- વાઇબ્રન્ટ મહોત્સવ બાબતે મોટા સમાચાર
- ગાંધીનગર વસાહત મંડળે વાઇબ્રન્ટ રદ કરવા આપ્યું આવેદનપત્ર
- કલેકટર, પીએમઓ, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને આવેદનપત્ર આપ્યું
- ગાંધીનગરમાં વિદેશી આવશે તો નવા વેરિયન્ટનો ડર
ગાંધીનગર : મહત્વની વાત કરવામાં આવે તો ગુજરાત વાઇબ્રન્ટ સમિટમાં અનેક દેશોના પ્રતિનિધિઓ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે આવીને સમિટમાં હાજરી આપશે. ત્યારે વિદેશથી આવનારા લોકો મારફતે ગાંધીનગર અને ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટ (Omicron Variant ) વધુ પ્રસરે તેવી બીકના કારણે ગાંધીનગર વસાહત મંડળ (Online Memorandum to PM Modi and HM Amit Shah) દ્વારા વડાપ્રધાન અને ગૃહપ્રધાનને આવેદનપત્ર પાઠવીને રદ કરવા માગ કરવામાં આવી છે. વાઇબ્રન્ટ સમિટ કે જે જાન્યુઆરી વર્ષ 2022માં યોજવાની છે તેની તૈયારીઓ રાજ્ય સરકાર દ્વારા શરુ કરી દેવામાં આવી છે તેને આ વર્ષ પૂરતી સ્થગિત કરી દેવામાં આવે તે તેવી માગ (Demand To Cancel Vibrant Gujarat Summit 2022) ગાંધીનગર રહેવાસીઓ તરફથી વસાહત મંડળ (Gandhinagar Vasahat Mandal Demand) કરવામાં આવી છે.
ડેલિગેશનને ફરજિયાત આઇસોલેશનમાં રહેવા સૂચના