- ધોરણ 12ના વિજ્ઞાનપ્રવાહના બોર્ડના ફોર્મ ભરાશે
- શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી જાહેરાત
- શિક્ષણ બોર્ડની વેબસાઇટ પરથી વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે
- ક્યાં અને કેવી રીતે ભરવામાં આવશે ફોર્મ
ગાંધીનગરઃ ગુજરાત રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના બોર્ડની જાહેર પરીક્ષાના આવેદનપત્રો રેગ્યુલર ફી સાથે ઓનલાઇન 21 જાન્યુઆરીથી 20 ફેબ્રુઆરી સુધી બોર્ડની વેબસાઇટ પર ભરી શકાશે. ઉપરાંત ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના તમામ નિયમિત તથા રીપીટર વિદ્યાર્થીઓના આવેદનપત્રો ફરજિયાત ઓનલાઇન ભરવાના રહેશે.
ફરજિયાત ઓનલાઇન ફોર્મ ભરવાના રહેશે
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે ત્યારે ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીઓ શાળામાં ન આવે અને સંક્રમણ ન ફેલાય તે માટે તમામ પ્રકારની વ્યવસ્થાઓને ધ્યાનમાં લઈને બોર્ડ દ્વારા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના બોર્ડના પરીક્ષાના આવેદનપત્રો ફરજિયાત ઓનલાઈન ભરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આમ શાળામાં ન ફેલાય અને સામાજિક અંતરનું પાલન થાય તે ધ્યાનમાં લઈને શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.
મે અને જૂન મહિનામાં યોજવામાં આવશે પરીક્ષા
અગાઉ પણ રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સત્તાવાર રીતે જાહેરાત કરી હતી કે મે અને જૂન મહિનામાં બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. મે અને જૂન મહિનામાં જ ધોરણ-10 અને 12ના બોર્ડના પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. સાથે જ સોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને બેઠક વ્યવસ્થામાં પણ થોડો ઘણો સુધારો થાય તેવી પણ શક્યતાઓ સેવાઇ રહી છે. ત્યારે હવે મે અને જૂન મહિનામાં પરીક્ષાના આયોજનને લઇને બોર્ડ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.