- બીજી લહેર પછી 100 ટકા ટીચરની હાજરી સાથે ઓનલાઈન અભ્યાસક્રમ ચાલુ
- ધોરણ 8 સુધીની સરકારી 582 સ્કૂલોના 1,04,668 વિદ્યાર્થીઓ
- ધોરણ 9થી 12ની સરકારી 360 સ્કૂલોમાં 82,000 જેટલા વિદ્યાર્થીઓ છે સામેલ
ગાંધીનગર : કોરોનાની બીજી લહેર પછી આજથી સ્કૂલો શરૂ થઈ છે પરંતુ કોરોનાને પગલે ફક્ત ટીચરને જ સો ટકા હાજરી સાથે સ્કૂલોમાં આવવા માટે પરમીશન આપવામાં આવી છે. જોકે વિદ્યાર્થીઓ હજુ પણ સરકારનો આદેશ ન થાય ત્યાં સુધી ઓનલાઈન જ ભણશે. ગાંધીનગર જિલ્લામાં પ્રાઇમરી ઉચ્ચતર માધ્યમિક માધ્યમિક સરકારી શાળાઓ 942 છે જ્યારે 300થિબ400 જેટલી પ્રાઇવેટ શાળાઓ છે. અંદાજિત 1300થી 1400 જેટલી સ્કૂલો આવેલી છે. પ્રાઇવેટ સરકારી સહિતની તમામ સ્કૂલોના 2 લાખ 80 હજાર જેટલા વિદ્યાર્થીઓ અંદાજિત છે. જેમનું ઓનલાઇન શિક્ષણ આજથી શરૂ થયું છે. જેમાં સ્કૂલ લેવલથી તેમજ સરકારની ગાઇડલાઇન પ્રમાણે વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે.
આ પણ વાંચોઃ મિઝો પ્લેયરનું કૌશલ્ય: પેન્સિલ હીલ્સ પહેરીને કરી ફૂટબોલ પ્રેકટિસ
સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા રાજ્યના તજજ્ઞ દ્વારા વીડિયો કન્ટેન્ટ થકી ભણાવવામાં આવશે
ધોરણ 9થી 12માં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં 360 જેટલી સરકારી શાળા છે. જેમાં 82 હજાર જેટલા વિદ્યાર્થીઓ ભણી રહ્યાં છે. સરકાર દ્વારા હાલની પરિસ્થિતિ મુજબ ઓનલાઈન ભણાવવાનો જ આદેશ કરવામાં આવ્યો છે. સ્કૂલમાં ગ્રુપની જેમ જ ઓનલાઈન ભણાવવામાં આવશે. તે પ્રકારની વ્યવસ્થા વર્ચ્યુઅલી કરવામાં આવશે. જેમાં ઓનલાઈન લિંક મોકલવામાં આવશે, સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા રાજ્યના તજજ્ઞ દ્વારા વીડિયો કન્ટેન્ટ થકી ભણાવવામાં આવશે. આ ઉપરાંત સ્કૂલોના ટીચર્સ પણ પધ્ધતિ પ્રમાણે ભણાવશે. આ ઉપરાંત દૂરદર્શન પર પણ જુદા જુદા વિષયના પ્રોગ્રામ આભાસક્રમને લગતા ચલાવવામાં આવશે.
- ભરત વઢેર, જિલ્લા શિક્ષણ અધિકારી, ગાંધીનગર
સર્વ વિદ્યાલય કેળવણી મંડળની 9 સ્કૂલોના 5 હજારથી વધુ વિદ્યાર્થીઓને ટીચરોએ ભણાવવાની શરૂઆત કરી
ગાંધીનગર સેક્ટર 23 ખાતે આવેલા સર્વ વિદ્યાલય કેળવણી મંડળમાં જ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની 9 જેટલી સ્કૂલો આવેલી છે જેના 5થી 7 હજાર જેટલા વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. શિક્ષકો આજથી સો ટકા હાજરી સાથે સ્કૂલોમાં આવતાની સાથે જ અભ્યાસક્રમ શરૂ કરી દેવામાં આવ્યો છે. ટીચર્સ દ્વારા હવે આજથી જ પાઠ્યપુસ્તકના અભ્યાસક્રમ મુજબ ભણાવવાનું શરૂ કરી દીધું છે પ્રાઇમરી તેમજ માધ્યમિક શાળાઓ અહીં આ સંકુલમાં આવેલી છે જેમાં મહિલા સ્કૂલ પણ આવેલી છે આ મહિલા સ્કૂલમાં જ બે હજારથી પણ વધુ વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી રહી છે. જોકે ઓનલાઈન અભ્યાસક્રમની સાથે સાથે સ્કૂલોમાં એડમિશનની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. વાલીઓ તેમના બાળકો માટે એડમિશન લેવા માટે પણ પહોંચ્યા હતાં.
આ પણ વાંચોઃ પ્રધાનમંત્રી મજૂર આવાસ યોજના અંતર્ગત રાજ્ય સરકાર જમીનની ફાળવણી કરશે
ગાંધીનગર જિલ્લાની 1400થી જેટલી સ્કૂલોના 280 હજાર વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણનો પ્રારંભ કરાયો - ઓનલાઈન શાળાઓ
રાજ્યની અન્ય સ્કૂલોની જેમ ગાંધીનગર જિલ્લાની સ્કૂલોમાં પણ ઓનલાઈન અભ્યાસક્રમ આજથી શરૂ કરાયો છે.કોરોનાની બીજી લહેર બાદ સો ટકા ટીચર્સની હાજરી સાથે સ્કૂલો શરૂ થઇ છે. સરકારી શાળાઓની વાત કરીએ તો ધોરણ 8 સુધીની રાજ્યમાં 582 સ્કૂલો આવેલી છે. જેમાં એક લાખથી વધુ વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. જ્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની 360 સ્કૂલ જિલ્લામાં છે. જેમાં 82,000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જેમના હિતને ધ્યાનમાં રાખી ફરીથી અભ્યાસક્રમ કોરોનાને જોતા વર્ચ્યુઅલ શરૂ કરવામાં આવ્યો છે. બની શકે છે કે આગામી સમયમાં કોરોનાની ત્રીજી લહેર પણ દસ્તક દઈ શકે છે. જેથી વિદ્યાર્થીઓને આ વર્ષે પણ ઓનલાઇન ભણવું પડશે.
ગાંધીનગર જિલ્લાની 1400થી જેટલી સ્કૂલોના 2.80 હજાર સ્કૂલોમાં ઓનલાઈન શિક્ષણનો પ્રારંભ કરાયો
Last Updated : Jun 8, 2021, 9:01 AM IST