- કેન્દ્ર સરકારના નિર્ણય પર ગુજરાત સરકારે કર્યો ફેરબદલ
- કેન્દ્ર સરકારે 18+ માટે રજીસ્ટ્રેશન અને એપોઇન્ટમેન્ટ રદ્દ કરી
- રાજ્ય સરકારે વેક્સિનેશનની પ્રક્રિયા યથાવત રાખી
ગાંધીનગર: કેન્દ્ર સરકાર દ્વારા 45થી વધુ વયની વ્યક્તિને વેક્સિન માટે રજીસ્ટ્રેશન અને એપોઇન્ટમેન્ટમાંથી મુક્તિ આપવામાં આવી છે. વેક્સિનેશન સેન્ટર પર જ રજીસ્ટર કરી વેક્સિન મેળવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે, આજે સોમવારે રાજ્યના અગ્ર આરોગ્ય સચિવ જયંતિ રવિએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં વેક્સિન માટે ફરજીયાત એપોઇન્ટમેન્ટ લેવી પડશે.
આ પણ વાંચો:રાજ્યમાં 70 ટકા ઉપર વેક્સિનેશન થાય ત્યારે હર્ડ ઇમ્યુનિટી આવે
રાજ્યમાં જૂની વ્યવસ્થા યથાવત
પ્રાપ્ત માહિતી મુજબ, કેન્દ્ર સરકારે 18થી વધુ વયના નાગરિકોને માટે એપોઇન્ટમેન્ટ સિસ્ટમ રદ્દ કરી છે. ત્યારે, આજે સોમવારે રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, રાજ્યમાં 18થી 44 વયના લોકો માટે કોરોના વેક્સિનેશનની પ્રક્રિયા હાલમાં જે રીતે ચાલુ છે તેવી રીતે જ રજીસ્ટ્રેશન કરી સ્થળ, સમય અને તારીખ જાહેર થયા બાદ જ વેક્સિન આપવામાં આવશે. તે જ પ્રક્રિયા હાલ રાજ્યમાં યથાવત છે. જ્યારે, હાલના વેક્સિનેશન માટે વેબસાઈટ અને એપ્લિકેશનના માધ્યમથી રજિસ્ટ્રેશનની જે પદ્ધતિ યથાવત રાખવામાં આવી છે.