ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાતમાં ત્રીજા ભાગની વસ્તી ગરીબ

વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા રાજ્યમાં ગરીબી રેખા નીચે જીવતા પરિવારો અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ગુજરાતના વિકાસના મોડેલના દાવો પોકળ સાબિત થયા હતા. આ અંગેનો જવાબ ગ્રામીણ વિકાસ પ્રધાન આર. સી. ફળદુએ આપ્યો હતો. જેમાં ગુજરાતમાં ત્રીજા ભાગની વસ્તી ગરીબ હોવાનું સામે આવ્યું હતું.

ગ્રામીણ વિકાસ પ્રધાન
ગ્રામીણ વિકાસ પ્રધાન

By

Published : Mar 10, 2021, 7:13 PM IST

Updated : Mar 10, 2021, 11:12 PM IST

  • ગુજરાતમાં ત્રીજા ભાગની વસ્તી ગરીબ
  • રાજ્યમાં 31,41,231 પરિવાર ગરીબ
  • વિકસિત ગુજરાતનો ભાંગ્યો ભ્રમ

ગાંધીનગર : વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા રાજ્યમાં ગરીબી રેખા નીચે જીવતા પરિવારો અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ગુજરાતના વિકાસના મોડેલના દાવા પોકળ સાબિત થયા છે. આ અંગેનો જવાબ ગ્રામીણ વિકાસ પ્રધાન આર. સી. ફળદુએ જવાબ આપ્યો હતો. જેમાં ગુજરાતમાં ત્રીજા ભાગની વસ્તી ગરીબ હોવાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચો -વિધાનસભામાં ચર્ચા દરમિયાન પક્ષ-વિપક્ષ આમને સામને

સરકારનો જવાબ

સરકારે આપેલા આંકડા મુજબ રાજ્યમાં કુલ 31,41,231 પરિવારો ગરીબી રેખાથી નીચે જીવન જીવી રહ્યા છે. જો એક પરિવારમાં 6 વ્યકતિ ગણીએ તો 1.88 કરોડ કરતા વધુ આંકડો થાય. એટલે કે, રાજ્યના સાડા છ કરોડ ગુજરાતીઓમાં ત્રીજા ભાગની વસ્તી ગરીબી રેખા નીચે જીવી રહી છે. ગુજરાતમાં ગત બે વર્ષમાં અમરેલી અને રાજકોટમાં સૌથી વધુ ગરીબ પરિવારોનો ઉમેરો થયો છે. જે ક્રમશઃ 2411 અને 1509 પરિવાર છે.

આ પણ વાંચો -વિધાનસભામાં પરેશ ધાનાણીની ફરિયાદ, સરકારી અધિકારીઓ ધારાસભ્યોને ગણકારતા નથી

દોઢ વર્ષમાં 45,231 ગરીબ પરિવાર વધ્યા

ગત દોઢ વર્ષમાં ગુજરાતમાં 45,000 જેટલા ગરીબ પરિવારોનો વધારો થયો છે. સૌથી વધુ ગરીબ પરિવાર ધરાવતો જિલ્લાઓ અનુક્રમે બનાસકાંઠા અને આદિજાતિ વિસ્તાર દાહોદ છે. જ્યાં અનુક્રમે ગરીબ પરિવારોની સંખ્યા 2,36,921 અને 2,25,486 પરિવારો ગરીબી રેખા નીચે છે. બે વર્ષમાં ગુજરાતના 33 જિલ્લામાં કુલ 6051 પરિવાર ગરીબીના સકંજામાં આવી ચૂક્યા છે.

આ પણ વાંચો -સૌની યોજનામાં 7000 કરોડનો ખર્ચ વધવા છતા કામ અપૂર્ણ, હજૂ પણ ખર્ચ વધે તેવી શક્યતા

Last Updated : Mar 10, 2021, 11:12 PM IST

ABOUT THE AUTHOR

...view details