ગુજરાત

gujarat

ETV Bharat / city

ગાંધીનગર સિવિલમાં વધુ એક ઓક્સિજન પ્લાન્ટ સ્થાપ્યો, પ્રતિ મિનિટ 900 લીટર ઓક્સિજન ઉત્પન્ન થશે - કોરોનાની ત્રીજી લહેર

ગાંધીનગર સિવિલમાં ઓક્સિજનનો બીજો નવો પ્લાન્ટ નાખવામાં આવ્યો છે. આ પ્લાન્ટ પ્રતિમિનિટ 900 લીટર હવામાંથી ઓક્સિજન ઉત્પન્ન કરી શકે છે. કોરોનાની ત્રીજી લહેર પહેલા જ અત્યારથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પી.એમ. કેર ફંડમાંથી આ પ્લાન્ટ અહીં ફીટ કરવામાં આવ્યો છે.

ગાંધીનગર સિવિલમાં વધુ એક ઓક્સિજન પ્લાન્ટ સ્થાપ્યો, પ્રતિ મિનિટ 900 લીટર ઓક્સિજન ઉત્પન્ન થશે
ગાંધીનગર સિવિલમાં વધુ એક ઓક્સિજન પ્લાન્ટ સ્થાપ્યો, પ્રતિ મિનિટ 900 લીટર ઓક્સિજન ઉત્પન્ન થશે

By

Published : Aug 8, 2021, 4:32 PM IST

  • સિવિલ હોસ્પિટલમાં કુલ 3 ઓક્સિજન પ્લાન્ટ
  • PM કેર ફંડમાંથી પ્લાન્ટ સિવિલમાં ફીટ કરવામાં આવ્યો
  • કોરોનાની ત્રીજી લહેર પહેલા શરૂ કરાઈ તૈયારીઓ

ગાંધીનગર: કોરોનાની બીજી લહેર જ્યારે આવી ત્યારે ઓક્સિજનની અછતના કારણે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે રાજ્યભરમાં સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ ફીટ કરવામાં આવી રહ્યા છે. સિવિલના આ પ્લાન્ટનું લોકાર્પણ સંસદ હસમુખ પટેલ અને ગાંધીનગરના ધારાસભ્ય શંભુજી ઠાકોરના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્લાન્ટ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પીડીયાટ્રીક OPD બિલ્ડીંગની બાજુમાં ફીટ કરવામાં આવ્યો છે.

ગાંધીનગર સિવિલમાં વધુ એક ઓક્સિજન પ્લાન્ટ સ્થાપ્યો, પ્રતિ મિનિટ 900 લીટર ઓક્સિજન ઉત્પન્ન થશે

ગાંધીનગરમાં અત્યારે 5 જેટલા ઓક્સિજનના પ્લાન્ટ

ઓક્સિજનની અછતના સર્જાય તે માટે સિવિલ હોસ્પિટલમાં આ ત્રીજો પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. આ પહેલા એક પ્લાન્ટ હતો જ્યારે બીજો પ્લાન્ટ કોલવડામાં નાખવામાં આવ્યો હતો. ત્યારે સિવિલ હોસ્પિટલમાં આ પહેલા અમિત શાહે 500 એમએલ પ્રતિમિનિટ હવામાંથી ઓક્સિજન ઉત્પન્ન કરવાની ક્ષમતા સાથેનો ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્દઘાટન કર્યું હતું. ત્યારે મહાત્મા મંદિર ખાતે પણ કોવિડ હોસ્પિટલ તૈયાર કરી દેવામાં આવી છે, જ્યાં કોવિડ હોસ્પિટલમાં પણ 56 ટનની કેપેસિટી સાથેનો પ્લાન્ટ છે જ્યાં 1200 લોકોને ઓક્સિજન આપી શકાય તે પ્રકારની ક્ષમતા રહેલી છે. આમ ગાંધીનગરમાં અત્યારે 5 જેટલા ઓક્સિજનના પ્લાન્ટ છે. જેથી કોરોનાની સંભવિત ત્રીજી લહેર આવી શકે છે ત્યારે હોસ્પિટલને પ્લાન્ટ સજ્જ કરી દેવાયા છે.

આ પણ વાંચો:HM Amit Shah એ કર્યું ઓક્સીજન પ્લાન્ટનું લોકાર્પણ, કરી રહ્યાં છે અનેક યોજનાઓનો શુભારંભ

રસીના પ્રથમ ડોઝ 100% થઈ ચૂક્યા છે તેવા ગામના સરપંચનું સન્માન

સિવિલ હોસ્પિટલ ખાતે યોજવામાં આવેલા આ કાર્યક્રમ નિમિત્તે ગાંધીનગર જિલ્લામાં જે ગામોમાં રસીના પ્રથમ ડોઝ 100% થઈ ચૂક્યા છે. તેવા ગામના સરપંચનું સન્માન કરવામાં આવ્યું હતું. જોકે ગાંધીનગરમાં શહેર અને જિલ્લા તેમજ ગામમાં રસીકરણની પ્રક્રિયા પહેલાથી જ સારી રીતે થઈ રહી છે. આ ઉપરાંત કોરોના વોરિયર્સ, ફિમેલ હેલ્થ વર્કર વગેરેનું સન્માન પણ આ દિવસે યોજવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details