ગુજરાત

gujarat

ETV Bharat / city

આંદોલન દરમિયાન નિવૃત્ત આર્મી જવાનનું થયું મૃત્યુ - કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ

ગુજરાત રાજ્યના નિવૃત્ત આર્મીના જવાનો પાટનગર ગાંધીનગરમાં છેલ્લા 25 દિવસથી આંદોલન (Gujarat Retired Army Personnel Protest) કરી રહ્યા છે. જ્યાં સુધઈ માંગ નહી સંતોષાય ત્યાં સુધી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આંદાલનમાં માથાકૂટ અને ઘર્ષણથી આર્મી જવાનનું મૃત્યુ (Army jawan died in Protest) થયું છે. આ મૃત્યુ થવાની સાથે જ નિવૃત્ત આર્મીના જવાનોએ રેલી કાઢી ગાંધીનગરને બાનમાં લીધું હતું.

આંદોલન દરમિયાન નિવૃત્ત આર્મી જવાનનું થયું મૃત્યુ
આંદોલન દરમિયાન નિવૃત્ત આર્મી જવાનનું થયું મૃત્યુ

By

Published : Sep 13, 2022, 9:26 PM IST

ગાંધીનગરગુજરાત રાજ્યના નિવૃત્ત આર્મીના જવાનો પાટનગર ગાંધીનગરમાં છેલ્લા 25 દિવસથી આંદોલન કરી રહ્યા છે. રાજ્ય સરકાર માંગ ન સંતોષે ત્યાં સુધી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આજે ગાંધીનગર ચિલોડા સર્કલ ખાતે ફરીથી નિવૃત્ત આર્મીના જવાનોએ આંદોલન રણશિંગુ ફૂંક્યું હતું.

રાજ્ય સરકાર માંગ ન સંતોષે ત્યાં સુધી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે

આર્મીના જવાનોએ શહેરને બાનમાં લીધું આર્મીના જવાનોએ આક્ષેપ કર્યો હતો કે, પોલીસ સાથેની માથાકૂટ અને ઘર્ષણમાં એક જવાનને છાતીમાં પોલીસની લાકડી વાગી હતી. તેઓનું મૃત્યુ થયું છે. આ મૃત્યુ થવાની સાથે જ નિવૃત્ત આર્મીના જવાનોએ ગાંધીનગરને બાનમાં લીધું હતું. સેક્ટર 30થી સિવિલ હોસ્પિટલ સુધી રેલી (Retired Army personnel Rally Gandhinagar) કાઢીને ગાંધીનગર શહેરને બાનમાં લીધું હતું, ઉલ્લેખની છે કે રાજ્ય સરકારે દસ દિવસ પહેલા આજે નિવૃત્ત આર્મીના જવાનોની અમુક માંગો (Retired Army Personnel Demands) સ્વીકારી છે પરંતુ એવો આક્ષેપ છે કે રાજ્ય સરકારે હજી સુધી કોઈ આ પ્રકારનો કોઈ પણ જીઆર કર્યો નથી.

કોણ છે આશહીદ જવાન મળતી માહિતી પ્રમાણે આંદોલન સમયે આ જવાન જમવા બેઠા હતા અને ટોળામાં સામેલ ન હતા જ્યારે હાર્ટ એટેક આવવાથી તેઓ શહીદ થયા હોવાની વાત પણ સામે આવી છે. જ્યારે કાનજી મોથલીયાએ કચ્છ રેન્જ IGના ભાઈ હોવાની પણ માહિતી સામે આવી રહી છે. ગાંધીનગર DYSP એમ કે રાણાએ પણ સ્પષ્ટ પણે જણાવ્યું હતું કે, તેઓ આ કુદરતી રીતે મૃત્યુ છે જ્યારે ભારે ગરમીના કારણે હાઇડ્રેશન થવાના કારણે છાતીમાં દુખાવો થયો હતો અને ત્યારબાદ અટેક આવતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.

પોલીસે અમારા ઉપર લાઠીચાર્જ કર્યો અને અમને ખૂબ જ માર્યા હોવાના આક્ષેપ પણ કર્યા હતા જ્યારે આ રેલી પણ પોલીસના વિરોધમાં જ કરવામાં આવી હોવાનું નિવેદન પણ ગઢવી આપ્યું હતું..

સચિવાલય મંત્રી નિવાસસ્થાને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત નિવૃત્ત આર્મી જવાનોની ચીમકીને કારણે અને એક વ્યક્તિનું મૃત્યુ થયાના કારણે ગાંધીનગર પોલીસ તાત્કાલિક ધોરણે એક્શનમાં (Gandhinagar police in action) આવી હતી. સ્વર્ણિમ સંકુલ એક બે તથા સચિવાલયના તમામ ગેટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત (Tight police presence at Secretariat) ગોઠવી દેવામાં આવ્યો છે. મહત્વની વાત કરવામાં આવે તો ગાંધીનગરના અનેક રસ્તાઓ પણ બંધ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, મંત્રી નિવાસસ્થાન કે જ્યાં ભુપેન્દ્ર પટેલ સહિત રાજ્યપાલ દેવદત્ત આચાર્ય અને તમામ રાજ્ય કક્ષા અને કેબિનેટ કક્ષાના પ્રધાનોનું નિવાસસ્થાન છે. તે જગ્યાને પણ પોલીસે કોર્ડન કરી હતી.

પોલીસે બળજબરી કરી, સુનિલ ગઢવીસુનિલ ગઢવીએ જણાવ્યું હતું કે, અમે પડતર માંગણી લઈને ચિલોડા ખાતે આંદોલન કરી રહ્યા હતા. જેમાં પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. પોલીસે અમારા પર લાઠીચાર્જ પણ કર્યો હતો. આ દરમિયાન, અમારા એક નિવૃત્ત જવાનને છાતીમાં લાકડી વાગી હતી. તેઓને હાલત ગંભીર થતા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તેઓનું મૃત્યુ થયું છે. મૃત્યુ થયાના કારણે જ અમે દોષમાં છીએ પોલીસે અમારા પર લાઠીચાર્જ કર્યો અને અમને ખૂબ જ માર્યા હોવાના આક્ષેપ પણ કર્યો હતો. જ્યારે આ રેલી પણ પોલીસના વિરોધમાં જ કરવામાં આવી હોવાનું નિવેદન પણ સુનિલ ગઢવી આપ્યું હતું.

પડતર માંગ સંતોષવા આવ્યા ગાંધીનગર નિવૃત આર્મીના જવાનોના આગેવાન (Retired Army personnel Leader ) કુમાવતે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે અમારી જે માંગ સંતોષી જે તેના પરિપત્ર કર્યો નથી. અમે તે માંગ સ્વીકારવા માટે અને રાજ્ય સરકાર પરિપત્ર કરીને તે માંગ તાત્કાલિક ધોરણે સંતોષાય તેવી માંગ કરવા માટે ગાંધીનગર આવ્યા હતા, પરંતુ રાજ્ય સરકારે પોલીસને સૂચના આપી શકે કોઈ પણ નિવૃત્ત જવાન ગાંધીનગર આવે નહીં. અને અમે ગાંધીનગર આવ્યા તેથી પોલીસ સાથે અમારું ઘર્ષણ થયું અને અમારા એક સાથીદારનું આકર્ષણ દરમિયાન મૃત્યુ પણ મૃત્યુ છે. જ્યારે હવે અમે સિવિલ હોસ્પિટલ જઈને તેની ડેડબોડી સચિવાલયની અંદર લઈ જઈશું. તેવી જિંદગી પણ ધર્મેન્દ્ર કુમાવતે આપી હતી.

કયા મુદ્દા પર છે પૂર્વ સૈનિકોની માંગણીઓ

જગદીશ ઠાકોર પહોંચ્યા સિવિલ હોસ્પિટલસમગ્ર ઘટનાની જાણ થતા જ ગાંધીનગર પોલીસ તાત્કાલિક ધોરણે એલર્ટ મુકાઈ ગઈ હતી. વાત વાયુ ભેગી પ્રસરી હતી. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ (Congress State President ) જગદીશ ઠાકોર પણ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે આર્મીના નિવૃત્ત જવાનોની પડખે આવીને ઊભા રહ્યા હતા. મહત્વની વાત કરવામાં આવે તો જ્યારે સચિવાલય ક્લિટ નંબર એકની બહાર નિવૃત્તિ આર્મીના જવાનો બીજી વખત આંદોલન કરી રહ્યા હતા, ત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા અને દંડક સીજે ચાવડાએ તેમની મુલાકાત કરીને કોંગ્રેસની સરકાર આવશે તો તમામ માંગ સ્વીકારવાની પહેલ કરી આપી હતી. આજે ફરીથી જગદીશ ઠાકોર ગાંધીનગર સિવિલ પહોંચીને નિવૃત્ત આર્મીના જવાનોને સાંત્વના આપી હતી.

મૃત્યુ કેવી રીતે થયું તેનો સંપૂર્ણ અહેવાલ ગૃહ વિભાગે આ કેસની તપાસના આદેશ આપ્યા છે. નિવૃત્ત આર્મી જવાનના મૃત્યુના કેસમાં ગૃહ વિભાગે આપેલા તપાસના આદેશ, પોલીસ વડાએ 2 દિવસમાં તપાસનો અહેવાલ આપી મૃત્યુ કેવી રીતે થયું તેનો સંપૂર્ણ અહેવાલ આપવા માટે સૂચના આપી છે.

ABOUT THE AUTHOR

...view details