- DGPએ ફેસબુકના માધ્યમથી લોકોને સંબોધન કર્યું
- 24 કલાક કંટ્રોલરૂમ, સ્ટેટ કંટ્રોલ ચાલુ રહેશે
- પ્રભાવિત જિલ્લાઓમાં પેટ્રોલિંગના પોઇન્ટ ગોઠવાયા
ગાંધીનગર: રાજ્યના ડીજીપી આશિષ ભાટિયાએ કહ્યું કે, સાયક્લોનિક તૌકતે વાવાઝોડું ટૂંક સમયમાં ગુજરાત ઉપર ત્રાટકશે. ઓછામાં ઓછું નુકસાન થાય તેના માટે વધુમાં વધુ વિસ્તારો માટે ખાસ કરીને જિલ્લાઓ જે પ્રભાવિત થવાના છે, ત્યાંના લોકોને નિચાણવાળા વિસ્તારથી દૂર કરવામાં આવ્યા છે. તેવું તેમને ફેસબૂકના માધ્યમથી જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ તૌકતે વાવાઝોડા વચ્ચે પોલીસની સરાહનીય કામગીરી - વૃદ્ધને ખભા પર બેસાડીને કરાયું સ્થળાંતર
અમરેલી, સોમનાથ, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર અને ભરૂચ, આણંદ પ્રભાવિત વિસ્તારો
ડીજીપીએ વધુમાં કહ્યું કે, ગુજરાત રાજ્યના સવા લાખ જેટલા નાગરિકોને અલગ અલગ સ્થળ ઉપર સ્થળાંતર કરવામાં આવ્યા છે. NDRFની 44 ટુકડીઓ ગોઠવાઇ છે, જ્યારે SDRFની 10 ટુકડીઓ ગોઠવવામાં આવી છે. અમરેલી, સોમનાથ, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર અને ભરૂચ, આણંદ બોટાદ જિલ્લાઓ વધુ પ્રભાવિત છે. પોરબંદરથી મહુવા સુધીના વિસ્તારમાં વાવાઝોડું ત્રાટકે તેવી શક્યતાઓ છે. તેની સ્પીડ 155થી 165 કિલોમીટર પ્રતિ કલાકની છે. આ સાથે તેની સાથે હેવી વરસાદ પણ થશે. 3થી 4 મીટર ઉપર સુધીના મોજા ઉછળશે. પ્રભાવિત જિલ્લાઓમાં પેટ્રોલિંગના પોઇન્ટ ગોઠવી દેવામાં આવ્યો છે. પબ્લિકને નીચાણના વિસ્તારમાંથી દૂર થઈ જવા માટે પણ સૂચના આપવામાં આવી છે.
રોડ રસ્તાઓ ક્લિયર રહે તેના માટે PWD, ફાયર બ્રિગેડ, ફોરેસ્ટ ડિપારરમેન્ટને સજ્જ કરાયા