- ગુજરાતમાં પ્રથમ ટ્રાવેલ હિસ્ટ્રીનો ઓમીક્રોનનો કેસ નોંધાયો
- મહેસાણાના પિલવાઈ ગામમાં નોંધાયો કેસ
- ઝિમ્બામ્બેથી આવેલા પ્રવાસીઓ સાથે કરી હતી મુલાકાત
- રાજ્યમાં ઓમીક્રોનના કુલ 5 કેસ નોંધાયા
ગાંધીનગર : રાજ્યના આરોગ્ય અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે (Additional Chief Secretary for Health Manoj Agarwal) પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મહેસાણાના વિજાપુરના પિલવાઈ ગામ ખાતે આશા વર્કરનું કામ કરતા એક મહિલાને કોરોનાનો ઓમિક્રોન પોઝિટિવ (Omicron Case in Pilvai) આવ્યો છે. જેમાં મળતી માહિતી પ્રમાણે લીંબડીથી આવેલા પ્રવાસીના સંપર્કમાં તેઓ વારંવાર આવ્યાં હતાં અને જેઓ ઝિમ્બામ્બેથી આવ્યા છે અને તેઓ તેમના સંબંધી છે. પરંતુ છેલ્લા ત્રણ દિવસથી તેઓને સતત ઉધરસ આવવાના કારણે તેમનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં તેઓ નવા વેરિએન્ટ (Corona New Variant Omicron) ઓમિક્રોન પોઝિટિવ (Omicron Update in Gujarat) થયાં છે.
ક્યાં કેટલા નવા કેસો..
જામનગર 3
સુરત 1
મહેસાણા 1
એરપોર્ટ પર ટેસ્ટ, પણ ડોમેસ્ટિક એરપોર્ટ પર કોઈ ટેસ્ટિંગ નહીં
કેન્દ્ર સરકારની સુચના અને ગાઇડલાઇન્સ પ્રમાણે દેશના તમામ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીના ટેસ્ટિંગ કરવામાં (Corona New Variant Omicron) આવી રહ્યા છે. જે અંતર્ગત ગુજરાતના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર પણ ટેસ્ટિંગ કરાઈ રહ્યા છે. પરંતુ જો વાત કરવામાં આવે તો ડોમેસ્ટિક એરપોર્ટની તો કોઈપણ પ્રકારની guidelines ન હોવાને કારણે કોઈ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા નથી. પણ જો કેન્દ્ર સરકાર આ બાબતે સૂચના અને guidelines આપશે તો આ કામગીરી (Omicron Update in Gujarat) પણ શરૂ કરવામાં આવશે.
કેન્દ્ર સરકારની સૂચના બાદ બાળકોને રસીકરણ શરૂ થશે