- દુબઈ અને માલદિવ્સ જવાવાળા લોકોની સંખ્યા એક મહિનામાં 7,000થી વધુ
- વિદેશ જવાવાળા લોકોએ ડોમેસ્ટિક ટ્રાવેલ તરફ વળ્યા
- હનિમૂન માટે જવાવાળા કપલ હિમાચલ અને કાશ્મીર તરફ વળ્યા
અમદાવાદઃ પહેલા કોરોના અને હવે પછી કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોને (Omicron Effect) કહેર મચાવ્યો છે. તેવામાં હવે વિદેશ જનારા લોકોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને લગ્ન સિઝન શરૂ થયા બાદ ઈન્ટરનેશનલ હનિમૂન પેકેજમાં વધારો કોરોનાની બીજી લહેર બાદ જોવા મળ્યો હતો. ખાસ કરીને દુબઈ અને માલદી માલદિવ્સ આ 2 જગ્યા પર મોટી સંખ્યામાં લોકોએ જવાની તૈયારીઓ દર્શાવી છે, પરંતુ નવા વેરિએન્ટ ઓમિક્રોનના (Omicron, new variant of Corona ) કારણે લોકોમાં પણ ઈન્ટરનેશનલ ટ્રાવેલ કરવાને લઈને ભય (Fear of Omicron variant among tourists) પેઠો છે. ત્યારે ફરી ટ્રાવેલ ટૂરિઝમ પર ઈન્ટરનેશનલ લેવલે એક બાજુ અસર પડી છે. તો બીજી તરફ ડોમેસ્ટિક લેવલે ટૂર્સ એન્ડ ટ્રાવેલર્સને (Domestic level tours and travelers) ફાયદો પણ થઈ રહ્યો છે. કેમ કે, ઈન્ટરનેશનલ જનારા લોકો ડોમેસ્ટિક ટૂર પર કન્વર્ટ (International tour canceled) થઈ રહ્યા છે. તો કેટલાક લોકો ઈન્ટરનેશનલ ટૂર માટેની પોતાની ટિકિટો કેન્સલ કરાવી રહ્યા છે.
ઓમિક્રોનના કારણે એર ફેરના દુબઈના ભાવ વધ્યા, ઈન્કવાયરી ઘટી, લોકોએ જવાનું પોસ્ટપોન કર્યું
અજય મોદી ટ્રાવેલર્સ ટૂરિઝમના ડિરેક્ટર આલાપ મોદીએ કહ્યું હતું કે, ઈન્ટરનેશનલ ટ્રાવેલર્સની (International tour canceled) વાત કરીએ તો દુબઈ અને માલદિવ્સમાં લોકોએ પેકેજ બૂક કરાવ્યા છે. આ ઉપરાંત બાલી વગેરે જગ્યાની ઈન્કવાયરી વધી હતી, પરંતુ અત્યારે ઓમિક્રોન (Omicron, new variant of Corona ) પછી વિદેશ ટૂર પર ગયા બાદ આરટીપીસીઆર ટેસ્ટ કરાવવા, ક્વોરન્ટાઈન રહેવું સહિતના સવાલો ઉભા થઈ રહ્યા છે. માલદિવ્સની વાત કરીએ તો, ગુજરાતમાં એક મહિનામાં 2થી 3 હજાર લોકો જતા હશે. જ્યારે દુબઈમાં 4થી 5,000 લોકો એક મહિનામાં દુબઈ જતા હોય છે. કોરોના વાઈરસના કારણે 50,000 એર ફેરના ભાવ 30થી 35,000 સુધી પહોંચ્યા છે. જોકે, અત્યારે મોટી સંખ્યામાં કેન્સલેશનને લઈને કોઈ ઈન્કવાયરી મારે ત્યાં નથી આવી રહી, પરંતુ જે લોકો બુક કરવાના હતા. તેમને પોતાનો પ્લાન 1થી 2 મહિના પોસ્ટપોન કર્યો છે. જો ગવર્મેન્ટ કેટલા નિયમો હળવા કરે છે તો લોકો જઈ શકે છે. જોકે, અત્યારે હિમાચલ, કાશ્મીર વગેરે સ્થળો પર ડાઈવર્ટ થઈ રહ્યા છે.