ગાંધીનગરઃ શહેરમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 (Vibrant Gujarat Global Summit 2022) પહેલા આજે (રવિવારે) ઓમિક્રોનનો પહેલો કેસ (The first case of Omicron in Gandhinagar) નોંધાયો છે, જેના કારણે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. લંડનથી આવેલા કિશોરનો રિપોર્ટ પોઝિટિવ(Adolescent Omicron infected from London to Gandhinagar) આવ્યો છે. 25 વર્ષના કિશોરને અત્યારે ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે. તો ઓમિક્રોનના કારણે તંત્ર પણ હરકતમાં આવ્યું છે. આ સાથે જ ઓમિક્રોન સંક્રમિત કિશોરના સંપર્કમાં આવેલા લોકોના રિપોર્ટ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં ધીમે ધીમે કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસ (The new variant of the Corona is Omicron) વધી રહ્યા છે. રાજ્યમાં અત્યારે 10 જેટલા કેસ નોંધાયા છે. જેમાં ગાંધીનગરમાં પણ એક કેસ નોંધાતા વાઈબ્રન્ટ પહેલા ચિંતા વધી છે. જોકે, અન્ય એક કેસ ઓમિક્રોનનો શંકાસ્પદ કેસ છે.
આ પણ વાંચો-રાજ્યમાં વધું ઓમિક્રોનનાં 3 કેસ નોંધાયા, ગાંધીનગર, આણંદ અને સુરતમાં 1-1 કેસ આવ્યો સામે
15 વર્ષનો કિશોર લંડનથી અહી આવ્યા બાદ પોઝિટિવ આવ્યો
15 વર્ષનો NRI કિશોર લંડનમાં જ રહે છે, જે 11 ડિસેમ્બરે ગાંધીનગર આવ્યો હતો. આ કિશોરનો અમદાવાદમાં RT-PCR રિપોર્ટ કરવામાં આવ્યો હતો. રિપોર્ટની ક્વાલિટી 25થી વધુ આવતા આ રિપોર્ટ જિનોમ સિક્સવન્સિંગ માટે મોકલવામાં આવે છે. ત્યારે આ કિશોરનો રિપોર્ટ પણ લેબમાં મોકલવામાં આવ્યો હતો. લેબમાંથી તેનો રિપોર્ટ એક અઠવાડિયા બાદ આવતા ઓમિક્રોન હોવાની સ્પષ્ટતા જી.એમ.સી. આરોગ્ય ઓફિસરે કરી હતી.