ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના બજેટ (Budget of Gujarat Assembly)સત્રમાં આજે પ્રથમ બેઠક દરમિયાન રાજ્યપાલના પ્રવચન પર ચર્ચા કરવામાં આવી હતી જેમાં કોંગ્રેસના ધારાસભ્ય (Congress MLA) C J ચાવડા રાજ્યમાં સુશાસન સ્થાપવા માટે રાજ્ય સરકાર દ્વારા ફરીથી જૂની પેન્શન સ્કીમ (Old pension scheme)શરૂ કરવાની માંગ કરી છે જ્યારે હમણાં થોડા દિવસો પહેલાં રાજસ્થાન સરકારે (Government of Rajasthan)જૂની પેન્શન સ્કીમ ફરીથી લાગુ કરી છે ત્યારે ગુજરાતમાં પણ સરકાર દ્વારા જૂની પેન્શન સ્કીમ લાગુ થાય તેવી માંગ કરવામાં આવી હતી.
જૂની પેન્શન સ્કીમથી કર્મચારીઓને થશે લાભ
કોંગ્રેસના ધારાસભ્ય C J ચાવડા એ વિધાનસભા ગૃહમાં જૂની પેન્શન સ્કીમની માંગ કરી હતી જેમાં ચાવડાએ ગૃહરાજ્ય જણાવ્યું હતું કે રાજ્યમાં (good governance) જેવું લાગતું નથી અને જોવા મળતું નથી જ્યારે કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ આપવો જોઇએ અને નિવૃત કર્મચારીઓ રિપીટેશન કરી રહ્યા છે જેથી અન્ય અધિકારીઓને પણ કોઈ પણ પ્રકારનો લાભ મળતો નથી. આમ સરકારે જૂની પેન્શન સ્કીમ પણ ફરીથી લાગુ કરવી જોઈએ અને જો જૂની પેન્શન સ્કીમ લાગુ કરવી હોય તો સરકાર શા માટે સુપ્રીમ કોર્ટમાં ન જાય તે બાબતની પણ દલીલ વિધાનસભાગૃહમાં કરવામાં આવી હતી. કર્મચારીઓના પગાર ન વધે તો ભ્રષ્ટાચાર કરવા કર્મચારીઓ પ્રેરિત થતા હોવાનું નિવેદન પણ વિધાનસભા ગૃહમાં C J ચાવડાએ આપ્યું હતું.
ખેડૂતોની આવક નહીં જાવક વધુ
ચાવડા વિધાનસભાગૃહમાં ખેડૂતોના આવક બાબતે પણ સરકાર પર કટાક્ષ કર્યો હતો વર્ષ 2022 માં રાજ્યના ખેડૂતોની આવકમાં બમણો વધારો થશે પરંતુ ખેડૂતોની આવકમાં વધારો નહીં પરંતુ આવકમાં વધારો થયો છે જ્યારે અત્યારે રાજ્ય સરકારે ખેડૂતોને ફરીથી ઊભા કરવાની જરૂર છે અને કોરોના ની પરિસ્થિતિ બાદ ખેડૂતોની હાલત ખૂબ જ કપરી થઇ હોવાનું નિવેદન પણ આપ્યું હતું.
હરેન પંડયા બાબતે ચર્ચા
ગુજરાત વિધાનસભાગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશે હરેન પંડયા હત્યા કેસ બાબતે પણ ટિપ્પણી કરી હતી. આટલા વર્ષો વીતવા છતાં પણ હજી સુધી કોઈ પણ આરોપી પકડાયો ન હોવાનું નિવેદન વિધાનસભાગૃહમાં કર્યું હતું ત્યારે પૂર્વ રાજ્ય ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ બાબતે હાઇકોર્ટ દ્વારા આરોપીઓને છોડી મૂકવામાં આવ્યાં છે જ્યારે હજી સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલુ છે.
આ પણ વાંચો:કોંગ્રેસનો દાવો - "ખેડૂતોના દેવા માફ અને વિજળી બિલ હાફ" કરાશે
ફાઈલો અને પત્રો ગોળ ગોળ ફરે છે
C J ચાવડા એ સરકારની કામગીરી બાબતે વિધાનસભાગૃહમાં ટિપ્પણી કરી હતી કે મેં અગાઉ અનેક કામગીરી માટે રાજ્યના મુખ્યપ્રધાન અને પત્ર લખીને જાણ કરી છે ત્યારે મુખ્યપ્રધાન તરફથી વળતો જવાબ મળ્યો છે કે તમારો પત્ર મળ્યો છે અને મુખ્ય સચિવને સોંપવામાં આવ્યો છે મુખ્ય સચિવ તરફથી પણ આ જ જવાબ મળે છે કે તમારો પત્ર મળ્યો છે અને કલેક્ટરને સોંપવામાં આવ્યો છે અને કલેક્ટર તરફથી પણ આ જ જવાબ મળે છે કે ડેપ્યુટી કલેક્ટરને તમારો પત્ર આપવામાં આવ્યો છે અને ડેપ્યુટી કલેકટર તરફથી ફરીથી જવાબ આવે છે કે નાયબ ઈજનેર અને આ બાબતની જાણ કરવામાં આવી છે જ્યારે નાયબ ઈજનેર જે તે વિભાગના પ્રધાન સાથે પત્ર વ્યવહાર કરાયો હોવાની વાત જણાવે છે અને ત્યારબાદ સરકારમાં જ છે તે પ્રધાન અથવા તો મુખ્યપ્રધાન જ બદલાઈ જાય છે આમ ચાર વર્ષમાં આવા અનેક ઘટના બની હોવાનું નિવેદન પણ વિધાનસભા ગૃહમાં ચાવડાએ કર્યું હતું.
આ પણ વાંચો:Gujarat Legislative Assembly : કોંગ્રેસના ધારાસભ્ય પૂજા વંશ હર્ષ સંઘવી પર અયોગ્ય ટિપ્પણી બાદ પડ્યા ઢીલા
દ્વારકા બાબતે વિરોધ થશે
કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે રાજ્યપાલના પ્રવચનમાં દ્વારકાના ખંભાળિયા વિસ્તારની ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો અને વિધાનસભા ગૃહમાં ખૂબ જ ગંભીર પ્રશ્ન ઉઠાવ્યો હતો જેમાં ખંભાળિયાની ધરમપુર ગ્રામ પંચાયત વિસ્તારનો તલાટી જયેશ સોનગરા ગ્રામ પંચાયત કચેરીમાં જ દારૂની મહેફિલ માણતા હોવાનું વિધાનસભા ગૃહમાં નિવેદન આપવામાં આવ્યું હતું જ્યારે આ બાબતે તલાટીના ફોટા પણ વાયરલ થયા હતા અને ત્રણ વર્ષ થઇ ગયા છતાં પણ હજુ સુધી આલ્કોહોલ ટેસ્ટનો રિપોર્ટ પણ આવ્યો નથી ત્યારે આ તલાટીને શા માટે તે જ સ્થળે ફરી બદલી કરી રાખવામાં આવ્યો છે અને ગ્રામ પંચાયત જેવી પવિત્ર સ્થળ પર દારૂની પાર્ટી કરવા બદલ આ તલાટી પર શા માટે રાજ્ય સરકાર પગલાં લેતા હોવાનું નિવેદન પણ ગ્રુપમાં વિક્રમ માડમે કર્યું હતું ત્યારે જો હવે આજ ગુડ ગવર્નસ છે તો રાજ્ય સરકાર તાત્કાલિક ધોરણે તલાટી જયેશ સોનગરાની બદલી કરે નહીં તો વિધાનસભાગૃહમાં કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કરવાની ચીમકી પણ વિક્રમ માડમે આપી હતી.