- સિવિલ હોસ્પિટલમાં બેડ વધારીને 500 કરાશે
- તંત્ર દ્વારા આકસ્મિક મુલાકાત લેવામાં આવી
- જિલ્લા કલેક્ટરની ટીમ પણ મુલાકાતમાં જોડાઈ
ગાંધીનગર: રાજય સરકાર દ્વારા નિયત કરવામાં આવ્યું છે કે, ઓક્સિજન ઉત્પાદકોએ 60 ટકા જથ્થો કોવિડ હોસ્પિટલના દર્દીઓ માટે અનામત રાખવો પડશે. જિલ્લા કલેક્ટર કુલદીપ આર્યના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્રની ટીમે ઓક્સિજન પ્લાન્ટની મુલાકાત લીધી હતી. સમગ્ર રાજ્યમાં ઓક્સિજનની અછત વચ્ચે ગાંધીનગર જિલ્લા વહીવટી ટીમે જિલ્લામાં ઑક્સિજન પ્લાન્ટની સમીક્ષા કરીને ઓક્સિજનની અછત ન સર્જાય તે વાતને સુનિશ્ચિત કરી હતી. આ સાથે તંત્ર દ્વારા સિવિલ હોસ્પિટલમાં 50 ઑક્સિજન બેડ વધારવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો:ગાંધીનગરના 2 સ્મશાનમાં એક જ દિવસમાં 31 કોરોના સંક્રમિત મૃતદેહોની અંતિમવિધિ કરાઈ
વિવિધ ઓક્સિજન પ્લાન્ટની ઓંચિતી મુલાકાત લીધી
ગાંધીનગર જિલ્લા પુરવઠા અધિકારી નિરુપા ગઢવી અને તેમની ટીમ દ્વારા જિલ્લામાં આવેલા વિવિધ ઓક્સિજન પ્લાન્ટની ઓંચિતી મુલાકાત લેવામાં આવી હતી. આ આકસ્મિક મુલાકાત દરમિયાન ઓક્સિજન પ્લાન્ટમાં ઉપલબ્ધ ઓક્સિજનનો સ્ટોક અને આવક-જાવક સ્ટોકની પણ તપાસ કરવામાં આવી હતી. તેમજ ઓક્સિજનનો જથ્થો જેને આપવામાં આવ્યો છે, તેની ઉલટ તપાસ પણ કરવામાં આવી હતી.
આ પણ વાંચો:કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી મોકૂફ