હવે ભારે વરસાદ નહીં આવે, રાજ્યમાં 82,98,371 હેકટરમાં વાવણી થઈ - Agriculture
રાજ્યમાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે આજે વેધર વોચ કમિટીની બેઠક યોજાઇ હતી. જેમાં રાજ્યમાં પડી રહેલા વરસાદની સમીક્ષા કરવામાં આવી હતી સમીક્ષા બાદ રાહત કમિશનર હર્ષદ પટેલ જણાવ્યું હતું કે રાજ્યમાં હવે ભારે વરસાદની સંભાવના ઓછી છે. જ્યારે 29 અને 30 ઓગસ્ટના રોજ ફક્ત દક્ષિણ ગુજરાતમાં જ વરસાદની સંભાવના રહી છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 82,98,371 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે.
![હવે ભારે વરસાદ નહીં આવે, રાજ્યમાં 82,98,371 હેકટરમાં વાવણી થઈ હવે ભારે વરસાદ નહીં આવે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8553671-thumbnail-3x2-weather-bethak-7204846.jpg)
હવે ભારે વરસાદ નહીં આવે
ગાંધીનગરઃ રાહત કમિશનર હર્ષદ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં ભારે વરસાદના કારણે અત્યાર સુધીમાં કુલ 15 હજાર 786 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ઓગસ્ટથી ગુજરાતમાં ભારે વરસાદના કારણે 2482 લોકોને સલામત સ્થળ ઉપર ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત 366 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. વધારે વરસાદને ધ્યાનમાં રાખીને રાજકોટ અને જૂનાગઢમાં NDRFની વધારાની એક એક ટીમ તૈનાત કરવામાં આવી છે, જ્યારે ગાંધીનગર ખાતે ત્રણ ટીમ રિઝર્વ રાખવામાં આવી છે.
હવે ભારે વરસાદ નહીં આવે