ગુજરાત

gujarat

ETV Bharat / city

હવે જો ફેકટરીમાં બોઇલર ફાટશે તો માલિક સામે કડક કાર્યવાહી : બ્રિજેશ મેરજા - Minister of State for Labor and Employment Brijesh Merja

રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની સરકારમાં શ્રમ અને રોજગારના રાજ્ય કક્ષાના પ્રધાન બ્રિજેશ મેરજાએ આજે શ્રમ અને રોજગારના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તેમણે આવનારા સમયમાં અને રોજગાર વિભાગનું આયોજન કઇ રીતનું છે તેની તમામ પ્રકારની માહિતી મેળવી હતી.

હવે જો ફેકટરીમાં બોઇલર ફાટશે તો માલિક સામે કડક કાર્યવાહી : બ્રિજેશ મેરજા
હવે જો ફેકટરીમાં બોઇલર ફાટશે તો માલિક સામે કડક કાર્યવાહી : બ્રિજેશ મેરજા

By

Published : Sep 20, 2021, 8:50 PM IST

  • ઇન્ડસ્ટ્રીયલ પોલિસી બાબતે શ્રમ રોજગાર વિભાગની બેઠક મળી
  • રાજયકક્ષાના પ્રધાન બ્રિજેશ મેરજાએ બેઠકમાં વિભાગો વિશે માહિતી મેળવી
  • વેજ રુલ્સ, બોઇલરની ઘટના વિશે મેળવી વિગતવાર માહિતી
  • 7 ડે 1 ડે ઓફ બાબતે કરી ચર્ચા વિચારણા

    ગાંધીનગર : આ બેઠકમાં ઇન્ડસ્ટ્રીયલ પોલિસ બાબતે સઘન ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જ શ્રમિકોનું જે શોષણ થાય છે તે શોષણ અટકાવવા માટે પણ રાજ્ય સરકાર નિયમોમાં ફેરફાર કરશે તેવા સંકેત રાજ્યકક્ષાના પ્રધાન બ્રિજેશ મેરજાએ આપ્યાં હતાં.

    રાજ્યમાં રોજગારી ઉભી કરવામાં આવશે

    રાજ્યકક્ષાના શ્રમ અને રોજગાર પ્રધાન બ્રિજેશ મેરજાએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં ગુજરાત રોજગારી માટે નંબર 1 પર છે ત્યારે આવનારા દિવસોમાં પણ ગુજરાત રાજ્યમાં એક લાખથી વધુ રોજગારી ઉત્પન્ન થાય તે બાબતનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. આમ રોજગારીની વિપુલ તકોનું નિર્માણ થાય તે બાબતે પણ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.

    શ્રમિકોનું આર્થિક શોષણ અટકાવવામાં આવશે

    રાજ્યકક્ષાના શ્રમ અને રોજગાર પ્રધાન અને અધિકારીઓ સાથે કરેલ બેઠકમાં આર્થિક શોષણ ન થાય તે બાબતની પણ ખાસ તકેદારી રાખવામાં આવી છે. શ્રમિકોના શારીરિક શોષણ ન થાય તથા તેમની જીવની સલામતી તથા ઉપર મહત્તમ પગાર મળી રહે તે બાબતની પણ ખાસ તકેદારી સાથે નવા નિયમો રચવા માટેની સૂચના અધિકારીઓ દ્વારા આપવામાં આવી છે. જ્યારે માર્ચ મહિનામાં વિધાનસભાનું બજેટ સત્ર મળશે ત્યારે શ્રમ અને રોજગાર વિભાગના કાયદામાં રાજ્ય સરકાર સુધારો વધારો કરશે.
    રોજગાર વિભાગનું આયોજન કઇ રીતનું છે તેની તમામ પ્રકારની માહિતી મેળવી



    બોઇલર ફાટવાની ઘટના માટે અધિકારીઓની જવાબદારી નક્કી થશે

    ગુજરાત રાજ્યમાં અનેક જગ્યાએ અનેક ઈન્ડસ્ટ્રીઝમાં બોઇલર ફાટવાની ઘટનાઓ સામે આવતી હોય છે. તે આ બાબતે રાજ્ય કક્ષાના શ્રમ અને રોજગાર પ્રધાને જણાવ્યું હતું કે ભૂતકાળમાં રાજ્યમાં બોઇલર ફાટવાની અનેક ઘટનાઓ સામે આવી છે ત્યારે હવે ભવિષ્યમાં આવી કોઈ પણ ઘટના ન બને તે માટે વિશેષ તકેદારી રાખવા માટે વિભાગ સાથે સંકળાયેલા અધિકારીઓને પણ તાકીદ કરવામાં આવી છે. પરંતુ જો આવનારા સમયમાં કોઈપણ કંપનીમાં બોઇલર ફાટવાની ઘટના બનશે તો આવા પ્રકારની જવાબદારી જેતે અધિકારીઓની રહેશે અને રાજ્ય સરકાર તે અધિકારી વિરુદ્ધ પણ કડક પગલાં ભરવામાં ખચકાશે નહીં.

આ પણ વાંચોઃ બાળ મજૂરી થશે તો રાજ્ય સરકાર કડક પગલાં ભરશે : બ્રિજેશ મેરજા

ABOUT THE AUTHOR

...view details