- બીજી લહેર ધીમી પડતા મુસાફરોની સંખ્યા વધી
- જુદા જુદા રૂટ પર 90 ટકા બસો દોડાવવામાં આવી રહી છે
- કોરોનાના એક વર્ષમાં ગાંધીનગર ડેપોને 10 કરોડનું નુકશાન
ગાંધીનગર : કોરોનાની બીજી લહેર ( second wave of corona ) ના પગલે બસોમાં પ્રવાસીઓની સંખ્યા ઘટી ગઈ હતી. અગાઉ 50 ટકા પ્રવાસીઓ સાથે બસો દોડતી હતી પરંતુ બીજી લહેરમાં કોરોના કાબૂમાં આવ્યા બાદ જુદા જુદા રૂટ માટે બસોની સંખ્યા વધારવામાં આવી છે. હાલમાં ગાંધીનગર ડેપો દ્વારા 90 ટકા બસો દોડાવવામાં આવી રહી છે. જુદા જુદા રૂટ પર પેસેન્જરોની સંખ્યા વધતા 50 ટકાની જગ્યાએ 75 ટકા પેસેન્જરોને પ્રવાસની છૂટ આપવામાં આવી હતી.
હવેથી ST બસમાં 50 ટકાની જગ્યાએ 75 ટકા પેસેન્જરોને પ્રવાસની છૂટ સુરત, અમદાવાદ, બરોડા સહિતના રૂટ પર બસો શરૂ
કોરોનાની બીજી લહેર ( second wave of corona ) પછી ST નિગમને ઘણું મોટું નુકસાન થયું હતું, કેમ કે બસોની સંખ્યા અને રૂટો ઘટાડવામાં આવ્યા હતા. 50 ટકાથી પણ ઓછી બસો દોડતી હતી પરંતુ ST નિગમ ગાંધીનગર ડેપોની બસો બીજી લહેર બાદ જુદા જુદા રૂટ માટે દોડતી કરવામાં આવી છે. અત્યારે ગાંધીનગરથી અમદાવાદ, સુરત, વડોદરા સહિતના મોટા શહેરો ઉપરાંત તાલુકાઓમાં પણ બસો દોડાવવામાં આવી રહી છે. આગામી સમયમાં ડેપોની તમામ બસોને અલગ અલગ રૂટ માટે દોડતી કરવામાં આવશે.
આ પહેલા બસો 50 ટકા હોવાથી રોજનું 3થી 4 લાખનું નુક્સાન થતું હતું
કોરોનાના વધતા કેસોના પગલે બસમાં પેસેન્જરોની સંખ્યા વધુ નહોતી. બસો પણ જુદા જુદા રૂટ પર દોડતી બંધ કરવામાં આવી હતી પરંતુ કોરોનાના કેસમાં ઘટાડો થતાં ફરીથી જૂના રુટ પર બસો શરૂ કરાઇ છે. એક જ વર્ષમાં ગાંધીનગર ST ડેપોને અંદાજે 10 કરોડનું નુક્સાન થયું હતું. બીજી લહેરમાં રોજનું 3થી 4 લાખનું નુક્સાન હતું, પરંતુ પહેલાની સરખામણીએ હાલમાં 30 ટકા આવકમાં વધારો થયો છે. અત્યારે રોજ સવારે 6થી રાત્રે 9 વાગ્યા સુધી બસોને છૂટ આપવામાં આવી છે. કેમ કે કરફ્યૂના કારણે રાત્રે 8 વાગ્યા પછી બહાર નીકળવાની પરવાનગી ન હોવાથી બસોને પણ રાત્રે 9 વાગ્યા પછી પ્રવાસ કરવાની પરવાનગી ન હતી.