- રાજ્ય સરકારે કોરોના સહાય બાબતે જાહેર કરી ગાઈડલાઇન્સ
- સહાય માટે સ્વજનો દ્વારા કરવામાં આવશે અરજી
- જિલ્લા કલેકટર દ્વારા કરવામાં આવશે તમામ કામગીરી
- કોરોનામાં મૃત્યુ થયેલા પરિવારજનોને 50,000 ની સહાય
ગાંધીનગર: કોરોનામાં મૃત્યુ(Death in Corona) થયેલા લોકોને આર્થિક સહાય આપવા બાબતે સુપ્રીમ કોર્ટ(Supreme Court)માં જાહેર હિતની અરજી થઈ હતી અને સુપ્રીમ કોર્ટે સહાય આપવાની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર(State Government and Central Government)ને સૂચન કર્યું હતું. ત્યારે ગુજરાત વિધાનસભામાં નવનિયુક્ત ભુપેન્દ્ર પટેલ(Bhupendra Patel)ની સરકારે ગુજરાતમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 50,000 રૂપિયાની સહાય ચુકવણીની જાહેરાત કરવામાં આવી(Announcement of payment of assistance of Rs. 50,000) હતી ત્યારે આજે સહાય મેળવવાની કામગીરી કઈ રીતે કરાશે તે બાબતની રાજ્ય સરકાર દ્વારા ગાઇડલાઇન બહાર પાડવામાં આવી(guideline was issued by the state government) છે.
કઇ રીતે કરી શકાશે અરજી
સૌપ્રથમ મૃત્યુ પામેલા વ્યક્તિના વારસદારોએ જિલ્લા કલેકટર ઓફિસ પરથી એક અરજી લેવાની રહેશે અને તેમાં મૃતકનું નામ, ઉંમર, જાતિ, મૃતકનો ધંધો, સરનામું, આધારકાર્ડ, કોરોના રિપોર્ટ તથા મૃત્યુ પામ્યાની તારીખ આ તમામ વિગત લખવાની રહેશે સાથે જ મૃતકના વારસદારના નામ સરનામાંની વિગત અને જો સહાયની રકમ કોઈ એક વારસદારના નામે લેવાની હોય તો અન્ય વારસદારોની સંમતિ સાથે એફિડેવિટ પણ રજુ કરવાનું રહેશે જ્યારે કયા ખાતામાં સહાયની રકમ મેળવવાની રહેશે તે બેંક ખાતાનું નામ અને બેન્કની વિગતો પણ અરજીમાં જોડવાની રહેશે.