ગુજરાત

gujarat

બિન સચિવાલય કૌભાંડીઓના રીમાન્ડ પૂર્ણ થતા જેલમાં ધકેલાયા, મહત્વના પુરાવા હાથ લાગ્યા

ગાંધીનગર: બિન સચિવાલય પેપર લીક કૌભાંડમાં ગાંધીનગર પોલીસે ઝડપેલા 6 આરોપીઓના રીમાન્ડ પૂર્ણ થતાં તમામને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. રીમાન્ડ દરમિયાન પોલીસે લીક થયેલું પેપર કોની-કોની પાસે પહોંચ્યું હતું તે અંગે જાણકારી મેળવી છે. પરંતુ કૌભાંડના સૂત્રધાર પ્રવિણદાનની પૂછપરછ બાદ વધુ મોટા ભેદ ખુલવાની શક્યતા છે.

By

Published : Jan 3, 2020, 11:24 PM IST

Published : Jan 3, 2020, 11:24 PM IST

ETV BHARAT
બિન સચિવાલય કૌભાંડી 6 આરોપી રીમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે, મહત્વના પુરાવા હાથ લાગ્યા

પેપર લીક કૌભાંડમાં પોલીસે ઝડપેલા મહંમદ ફારુક અબ્દુલ વહાબ કુરેશી, વિજેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ વાઘેલા, ફકરૂદ્દીન હૈદરભાઈ ઘડીયારી, રામ નરેશભાઈ ગઢવી, લખવિદરસિંગ ગુરૂનામસિંગ સીધુ અને દિપક પીરાભાઈ ઉર્ફે પરેશભાઈ જોષીના 8 દિવસના રીમાન્ડ શુક્રવારે પૂર્ણ થતાં તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તમામને કોર્ટમાંથી જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલ હવાલે કરવામાં આવ્યા હતા.

પોલીસ તપાસ દરમિયાન પેપર લીક કરવામાં પ્રવિણદાન ગઢવીની મુખ્ય ભૂમિકા હોવાનું બહાર આવ્યું છે, જ્યારે લીક થયેલા પેપરને ઉમેદવારો સુધી પહોંચાડવામાં અમદાવાદના લખવિંદરસિંગે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. પ્રવિણદાન ગઢવીએ દાણીલીમડાની એમ.એસ.સ્કૂલમાંથી પેપર લીક કરી લખવિંદરસિંગને આપ્યુ હતું. બાદમાં તેમણે યુવરાજસિંહ મોરી અને મહાવીરસિંહ સહિત ત્રણ મિત્રોને પેપર મોકલી આપ્યાનું તપાસમાં ખુલ્યું છે. જેના આધારે પોલીસે પેપર મેળવનારા ત્રણેય ઉમેદવારોને શોધીને તેમની પૂછપરછ કરી હતી અને મોબાઈલ તેમના મોબાઈલ FSL તપાસ માટે મોકલી આપવામાં આવ્યા હતા. FSL તપાસમાં લીક થયેલું પેપર ક્યાં-ક્યાં પહોંચ્યું તે અંગે વધુ વિગતો બહાર આવી શકે છે.

મળતી માહિતી મુજબ, 6 આરોપીઓ તથા પેપર મેળવનારા ત્રણેય ઉમેદવારોની પૂછપરછ ઉપરાંત કોલ ડિટેઇલ પણ ચકાસવામાં આવી છે. જેમાં ત્રણેય ઉમેદવારોના મોબાઈલમાંથી મહત્ત્વના પૂરાવા હાથ લાગ્યા છે. લખવિંદરસિંઘના મિત્રો એવા આ ત્રણેય ઉમેદવારોએ સમગ્ર કૌભાંડમાં શું રોલ ભજવ્યો હતો તે અંગે વધુ તપાસ ચાલી રહી છે. તપાસના આધારે ત્રણમાંથી કોને આરોપી કે સાક્ષી બનાવવા તે અંગે નિર્ણય થઇ શકે છે. જો કે, પોલીસ તપાસમાં સૌથી મહત્ત્વની કડી ગણાતો સૂત્રધાર પ્રવિણદાન ગઢવી હજૂ સુધી ઝડપાયો નથી. તેની ધરપકડ બાદ આ સમગ્ર કૌભાંડના મૂળ સુધી પહોંચી શકાશે. ખાસ કરીને આ કૌભાંડમાં રાજકીય સંડોવણી હતી કે ગુજરાતમાં પેપર લીક કરનારી ટોળકી સક્રિય થઈ છે તે અંગે વિગતો મેળવવા કવાયત હાથ ધરાઈ છે.

ABOUT THE AUTHOR

...view details