ગુજરાત

gujarat

ETV Bharat / city

બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષામાં 'સરકારનું સરેન્ડર', 17 નવેમ્બરે લેવાશે પરીક્ષા

ગાંધીનગર: ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી 20 ઓક્ટોબરના રોજ બિન સચિવાલય અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા યોજાવાની હતી. જેને સરકારે એકાએક રદ્દ કરી નાખી હતી. પરીક્ષા રદ્દ કરવા પાછળ સરકારે એજ્યુકેશન ક્વોલિફિકેશનનું કારણ આગળ ધર્યુ હતુ. આ કારણ 12 પાસ વિદ્યાર્થીઓના ભાવી સાથે ચેડા સમાન હતુ. જેથી લાખો પરીક્ષાર્થીઓમાં રોષ ભભૂકી ઉઠયો હતો. પરિણામે સરકારે સરેન્ડર કરવાની ફરજ પડી છે. હવે સરકારનો નિર્ણય માત્ર તારીખમાં ફેરફાર કરવા પૂરતો સિમિત રહ્યો છે. 17 નવેમ્બરના રોજ ગૌણ સેવાની પરીક્ષા યોજાશે. જ્યારે 24 નવેમ્બરના રોજ જીપીએસસીની પરીક્ષા યોજાશે.

નીતિન પટેલ

By

Published : Oct 16, 2019, 6:11 PM IST

આ સમગ્ર મુદ્દે રાજ્ય સરકાર સમક્ષ સામાજીક આગેવાનો અને વિદ્યાર્થી પરિષદ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં રાખીને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરીને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લીધો છે. બિન સચિવાલયન અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા આગામી 17-11-2019ના રોજ લેવાનો નિર્યણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. આ પરીક્ષા માટેની હોલ ટિકિટ વિદ્યાર્થીઓ બુધવારથી જ ડાઉનલોડ કરી શકશે.
બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષામાં ઉમેદવારોની જીત સરકારની હાર, 17 નવેમ્બરે લેવાશે પરીક્ષા, 24મીએ GPSCની પરીક્ષા


અગાઉ પરીક્ષા માટે ઉમેદવારી કરનાર ધોરણ 12 પાસ ઉમેદવારો પણ આ પરીક્ષા આપી શકશે. પરંતુ આ પરીક્ષા સુધી જ 12 પાસ વિદ્યાર્થીઓ તેમાં જોડાઈ શકશે. ત્યારબાદ આગામી વર્ષોમાં બિનસચિવાલયની પરીક્ષાના નિયમોમાં ફેરફાર કરાયો છે. જેમાં ફક્ત ગ્રેજ્યુએટ ઉમેદવારો જ આ પરીક્ષા આપી શકશે.

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ દ્વારા બુધવારે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું કે, અનિવાર્ય સંગોજોના કારણે પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી.

નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે પરીક્ષા રદ્દ કરવાનું કારણ આપતા જણાવ્યું હતું કે, લોકસભાની ચૂંટણી તેમજ દરેક સમાજના લોકોને યોગ્ય પ્રતિનિધિ મળી રહે તે હેતુથી આ પરીક્ષા અગાઉ પણ મુલતવી રાખવામાં આવી હતી. તેમજ પરીક્ષા અગેનું નોટિફિકેશન પહેલેથી જ બહાર પડી ગયું હતુ. ધોરણ 12 પાસ લાયકાતની આ છેલ્લી પરીક્ષા હશે. હવે આગામી આવનાર નવી ભરતીમાં જીએડી વિભાગ દ્વારા સ્નાતક સુધીનો અભ્યાસ ક્રમ નક્કી કરવામાં આવ્યો છે.

આવનારી તમામ પરીક્ષાઓમાં સ્નાતક સુધીનો અભ્યાસ કરનાર ઉમેદવાર ઉમેદવારી કરી શકશે. સરકારે ઉમેદવારોનો રોષ જોઈને પાછી પાની કરી લીધી હોવાની વાતો વહેતી થઈ છે, પરંતુ બીજીતરફ આ સમગ્ર મુદ્દાને રાજ્યમાં યોજાનારી 6 વિધાનસભાની પેટાચૂંટણી જોડે જોડવામાં આવી રહી છે. આ નિર્ણયના કારણે સત્તા પક્ષને પેટાચૂંટણીમાં ભારે નુકશાન થવાની શક્યતાઓ હોવાથી સરકારે નિર્ણય પરત ખેંચ્યો છે. તેમજ ઉમેદવારોના હિતનું રક્ષણ કર્યુ છે. આમ છતાં, દિવસોના દિવસો પુસ્તકોમાં વિતાવી તૈયારી કરનારા ઉમેદવારોના મનમાં ગહેરી અસર પડી છે. વારંવાર આ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સરકારની નિષ્ફળતાઓ હવે છુપી ન રહેતા સામાન્ય નાગરિકો પણ આ મુદ્દે સરકારની નિંદા કરી રહ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details