ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્યમાં પીવાના પાણીની સમસ્યા નહીં સર્જાય : ભુપેન્દ્રસિંહ ચુડાસમા

હાલમાં રાજ્યમાં વરસાદની સંભાવના તો છે પણ વરસાદ પડી નથી રહ્યો જેના કારણે રાજ્યમાં વરસાદની ઘટ છે. અત્યાર સુધી રાજ્યમાં 47 ટકા જ વરસાદ પડ્યો છે, જેને લઈને રાજ્ય સકકાર આયોજન કરી રહી છે.

water
રાજ્યમાં પીવાના પાણીની સમસ્યા નહીં સર્જાય : ભુપેન્દ્રસિંહ ચુડાસમા

By

Published : Aug 26, 2021, 10:22 AM IST

રાજ્યમાં વરસાદની ઘટ

રાજ્ય સરકાર જળ સંકટને પહોંચી વળવા સજ્જ

રાજ્ય સરકારે તમામ આયોજન કર્યા છે : ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

ગાંધીનગર : રાજ્યમાં ચાલુ વર્ષે વરસાદની ઘટ જોવા મળી રહી છે. અત્યાર સુધી રાજ્યમાં લગભગ 47 ટકા જેટલો જ વરસાદ નોંધાયો છે, જેના કારણે આગામી સમયમાં પાણીની સમસ્યા સર્જાય તેવી પણ સંભાવનાઓ દેખાઇ રહી છે. પરંતુ બુધવારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં પાણીના મુદ્દે ખાસ ચર્ચા કરવામાં આવી હતી જે બાદ રાજ્યના કેબિનેટ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, "રાજ્યમાં પાણીની સમસ્યા સર્જાશે નહીં રાજ્ય સરકારે તમામ પ્રકારનું આયોજન કર્યું છે".

રાજ્ય સરકારે કર્યું આયોજન

કેબિનેટ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કેબિનેટ બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધતા પાણીના મુદ્દે વરસાદને જણાવ્યું હતું કે," રાજ્ય સરકાર હજુ પણ વરસાદ આવે તેવી સંભાવનાઓ છે, પણ જો વરસાદ નહીં આવે તો પણ રાજ્યમાં પીવાના પાણીની સમસ્યાઓ સર્જાશે નહીં. આ બાબતે અગાઉ પણ નર્મદા વિભાગ વિભાગના અધિકારીઓ સાથે ખાસ બેઠકમાં પણ આયોજન કરવામાં આવ્યું હતું. બુધવારે પણ કેબિનેટ બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી છે આપણી રાજ્ય સરકારે આયોજન કર્યા મુજબ રાજ્યમાં વરસાદ નહીં આવે તો પણ પાણીની સમસ્યા સર્જાશે નહીં".

રાજ્યમાં પીવાના પાણીની સમસ્યા નહીં સર્જાય : ભુપેન્દ્રસિંહ ચુડાસમાq

આ પણ વાંચો :વડાપ્રધાનના જન્મદિવસ પર Happy Birthday To You નહી ગાવવામાં આવે, મચશે ધૂમ રામ ધૂનની

પીવાના પાણી માટે સ્ટોક કરાયો

રાજ્યના જળસંપત્તિ વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્યના અનેક ડેમોમાં 40 ટકા આસપાસનો પાણી છે. પીવાના પાણી માટે ડેમમાં જ એક સ્ટોક કરવામાં આવ્યો છે અને ત્યાર બાદ અમુક ક્યુસેક પાણીનો ઉપયોગ અને ઈન્ડસ્ટ્રીઝમાં આપવામાં આવશે જ્યારે પ્રથમ મહત્વ પીવાના પાણીને આપવામાં આવી રહ્યું છે જેથી પીવાનાં પાણીનો સ્ટોક પણ અગાઉથી કરી દેવામાં આવ્યો છે.

60 ડેમ ફક્ત પીવાના પાણીના

રાજ્યના સિંચાઇ વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં 60 જેટલા ડેમ એવા છે કે જેનો ઉપયોગ ફક્ત પીવાના પાણી માટે જ કરવામાં આવે છે. આવા ડેમમાંથી 100 ટકા પાણી પીવાનું પાણી તરીકે રિઝર્વેશન રાખવામાં આવે છે. જ્યારે અન્ય ડેમોમાંથી પીવાનું પાણી રિઝર્વેશન રાખીને વધારાનું પાણી બળી જાય અને ઉદ્યોગ વેપાર ધંધા માટે જોડવામાં આવે છે.

આ પણ વાંચો :અફઘાનિસ્તાનમાં બાકી રહેલા 1,500 અમેરિકી 31 ઓગસ્ટ પછી પણ દેશ છોડી શકશેઃ અમેરિકી વિદેશ પ્રધાન

જળાશયોમાં જથ્થો

75 ટકા થી 100 ટકા સુધી ભરાયેલા જળાશયો 19

50 ટકા થી 70 ટકા ભરાયેલા જળાશયો 26

25 થી 50 ટકા ભરાયેલા જળાશયો 60 (1 સરદાર સરોવર)

25 ટકા થી ઓછા ભરાયેલા જળાશયો 98

પાણીની આવક

જળાશયોનું નામ હાલ નો સંગ્રહ પાણી ની આવક(ક્યુસેકમાં પાણી ની જાવક (ક્યુસેકમાં)
સરદાર સરોવર 45.68 21,298 00
ઉકાઈ 62.85 40,337 00
દમણગંગા 65.02 6476 5715
કરજણ 51.44 3820 00
કડાણા 40.79 3811 00

ABOUT THE AUTHOR

...view details