ગાંધીનગર : રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે પત્રકાર પરિષદ કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા 6,000 બેઠકો GMERC દ્વારા હાથ મેડિકલ કોલેજ ચલાવવામાં આવે છે, તેવી તમામ મેડિકલ કોલેજો GMERC સંચાલિત છે, તેની ફી ઓછી હોવાથી વિદ્યાર્થીઓને મેડિકલનો કોર્સ કરવાની સગવડ મળી રહે છે. જ્યારે 200 સીટ ધરાવતી 8 કોલેજોમાં ગ્રુપ ઉપલબ્ધ છે. જે મેરીટના આધારે જ ભરવામાં આવે છે. જેમાં 10 ટકા મેનેજમેન્ટ ક્વોટા હોય છે, જેની ફી વધારે હોય છે.
ચાલુ વર્ષે મેડિકલ કોલેજની ફીમાં વધારો નહીં થાય, નીતિન પટેલે કરી જાહેરાત - Medical college fee
કોરોના વૈશ્વિક મહામારીમાં મેડિકલ ફિલ્ડના લોકોએ મહત્વની કામગીરી કરી છે, ત્યારે શુક્રવારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે યોજાયેલી બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા મેડિકલ કોલેજની ફી ચાલુ વર્ષે વધારવામાં આવશે નહીં.
આ કોલેજોમાં કુલ 240 બેઠકો NRI માટે રાખવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા 75 ટકા સરકારની પોતાની ફી રૂપિયા 3 લાખ છે, જ્યારે NRIની ફી 20 હજાર ડોલર છે. કોરોનાના આ સમયગાળા દરમિયાન ગરીબ કે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે કોઇ ફી ન વધારવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. આમ એક વર્ષ સુધી કોઇપણ પ્રકારની ફી મેડિકલ કોલેજમાં વધશે નહીં.
ઉલ્લેખનીય છે કે, પોતાના કપળા કાળ અને લોકડાઉન દરમિયાન મેડિકલના વિદ્યાર્થીઓએ પણ પોતાની સેવા આપી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ફી નહીં વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા 6 મહિનાથી મુખ્યપ્રધાનના નિવાસસ્થાને રોજ કોરોનાની કામગીરી માટે કોરોના સમિતિની બેઠક યોજાય છે અને રાજ્યની પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવે છે. રાજ્ય સરકારે GMERC સંચાલિત મેડિકલ કોલેજમાં એક વર્ષ સુધી ન વધારવાનો નિર્ણય કર્યો છે.