ગાંધીનગરઃ ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી રહેલી ચાર સીટોને લઈને હવે તોડજોડની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. વિધાનસભાની સભ્ય સંખ્યા પ્રમાણે ભાજપની સીટ ઓછી થઈ શકે છે. જ્યારે કોંગ્રેસને એક સીટનો સીધો ફાયદો થવાનો છે. આવા સમયે ભાજપ ત્રીજી સીટ મેળવવા માટે મરણિયો બન્યો હોય તેઓ જોવા મળી રહ્યું છે. રાજ્યમાં મુખ્ય પ્રધાનને લઈને પેરાશૂટની જેમ મૂકવામાં આવેલા વિજય રૂપાણી મુખ્ય પ્રધાન બનાવી દીધા હતા, ત્યારે નીતિન પટેલને રીતસરની ફાળ પડી હતી.
નીતિન પટેલનો સણસણતો જવાબ, CM બનાવવા ઇચ્છતી કોંગ્રેસ પર પાણી ફરી વળ્યું... - ગુજરાતના કોંગ્રેસ
રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી રાજ્યના નાયબ મુખ્યપ્રધાનને લઈને કોંગ્રેસ અને તેના ધારાસભ્યો દ્વારા ઓફર આપવામાં આવી રહી છે. બુધવારના રોજ પણ ગુજરાતના કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી દ્વારા મુખ્યપ્રધાનને મીડિયા મારફતે ઓફર આપી હતી કે, 15 ધારાસભ્યો લઈને આવો અમે મુખ્યપ્રધાન બનાવીશું. જેને લઈને નીતિન પટેલે આજે ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે, હું ભાજપનો વફાદાર કાર્યકર અને આગેવાન છું, મને ભાજપે ખૂબ જ આપ્યું છે, ત્યારે કોંગ્રેસ મુખ્યપ્રધાન બનાવે તો પણ જવાનો કોઈ અર્થ નથી. પરિણામે કોંગ્રેસના પ્રયાસો ઉપર પાણી ફરી વળ્યુ હોય તેવા નીતિન પટેલે નિવેદન આપ્યાં હતાં.

નીતિન પટેલને મુખ્ય પ્રધાન બનાવવા ઇચ્છતી કોંગ્રેસના વિચારો ઉપર પાણી ફરી વળ્યું, આપી ચેતવણી
નાણાં ખાતું નીતિન પટેલ પાસેથી આંચકી લેવામાં આવ્યું હતું. જે બાદ નીતિન પટેલે પોતાની નારાજગી બતાવતા નાણાં ખાતું પરત મળ્યું હતું. ત્યારથી નીતિન પટેલને સાઇડલાઇન કરવાની વાતો ચાલી રહી છે. તેવા સમયે છેલ્લા એક સપ્તાહથી વિધાનસભામાં અને વિધાનસભાની બહાર કોંગ્રેસના ધારાસભ્યોએ નીતિનભાઈને મીડિયા દ્વારા ખુલ્લી ઓફર આપી રહ્યાં છે કે, તમે ધારાસભ્યો લઈને આવો અમે તમને મુખ્યપ્રધાન બનાવીશું.
રાજ્યના નાયબ મુખ્યપ્રધાન