ગુજરાત

gujarat

ETV Bharat / city

કુંવરજી બાવળીયાના પ્રશ્નોનો નીતિન પટેલે જવાબ આપ્યો, જસદણ વિંછીયામાં કોવિડ-19 સુવિધા ઉપલબ્ધ જ છે, ટેસ્ટ પણ થઈ રહ્યાં છે - નાયબ સીએમ નિતીન પટેલ

રાજ્યના કેબિનેટ પાણી પુરવઠાપ્રધાન કુંવરજી બાવળીયા રાજ્ય સરકારની જ આરોગ્ય વિભાગ ઉપર અનેક આક્ષેપો કર્યાં હતાં અને પોતાના મતવિસ્તારમા કોરોનાનું ટેસ્ટિંગ થઈ નથી રહ્યું અને ઓછા પ્રમાણમાં ટેસ્ટિંગ થાય છે. જ્યારે જસદણમાં ફેસિલિટી પણ ન હોવાનો આક્ષેપ કર્યો હતો. જેના જવાબમાં આજે રાજ્યના આરોગ્ય પ્રધાન નીતીન પટેલે જણાવ્યું હતું કે જસદણ અને વીંછિયામાં તમામ લોકોના ટેસ્ટિંગ થઈ રહ્યાં છે અને કોવિડની ફેસિલિટી પણ મળી રહી છે

કુંવરજી બાવળીયાના પ્રશ્નોનો નીતિન પટેલે જવાબ આપ્યો, જસદણ વીછીયામાં કોવિડ 19 સુવિધા ઉપલબ્ધ જ છે, ટેસ્ટ પણ થઈ રહ્યાં છે
કુંવરજી બાવળીયાના પ્રશ્નોનો નીતિન પટેલે જવાબ આપ્યો, જસદણ વીછીયામાં કોવિડ 19 સુવિધા ઉપલબ્ધ જ છે, ટેસ્ટ પણ થઈ રહ્યાં છે

By

Published : Sep 19, 2020, 9:19 PM IST

ગાંધીનગર : કુંવરજી બાવળીયાએ લખેલા પત્રને સોશિયલ મીડિયા અને મીડિયામાં તેમના નિવેદન બાદ રાજ્યના આરોગ્યપ્રધાન નીતીન પટેલે જણાવ્યું હતું કે જસદણ અને વીંછિયામાં તમામ લોકોના કોરોના ટેસ્ટ ઘેરઘેર જઈને આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યાં છે. જસદણમાં અત્યાર સુધી 5400 ટેસ્ટ કરવામાં આવ્યાં છે. જેમાં 399 પોઝિટિવ આવ્યાં છે. જ્યારે વિંછીયામાં 41 જેટલા દર્દીઓ પોઝિટિવ સામે આવ્યાં છે. આ ઉપરાંત સુવિધાની વાત કરવામાં આવે તો જસદણ અને વીંછિયામાં તમામ સુવિધાઓ આપવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ ઉપરાંત હોમ આઇસોલેશન માટેની પણ વ્યવસ્થા છે અને હોમ આઇસોલેશન દરમિયાન ઘેરઘેર જઈને ચેકિંગ કરતી ટીમની પણ વ્યવસ્થા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે.

કુંવરજી બાવળીયાના પ્રશ્નોનો નીતિન પટેલે જવાબ આપ્યો, જસદણ વીછીયામાં કોવિડ 19 સુવિધા ઉપલબ્ધ જ છે, ટેસ્ટ પણ થઈ રહ્યાં છે
નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે જસદણ અને વીંછિયામાં અન્ય જિલ્લાઓ અને તાલુકાઓની જેમ જ આશા વર્કર આરોગ્ય કર્મચારીઓ શિક્ષકો આંગણવાડી બહેનો દ્વારા ઘેરઘેર સર્વે કામગીરી પણ કરવામાં આવી છે. અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો જસદણમાં 1,11,924 લોકોના સર્વે કરવામાં આવ્યાં છે જ્યારે વીંછીયામાં 106,871 જેટલા લોકોનો સર્વે કરવામાં આવ્યો છે. જ્યારે કોવિડ હોસ્પિટલ બનાવીને ત્યાંના દર્દીઓને સારવાર પણ યોગ્ય રીતે આપવામાં આવતી હોવાનું નિવેદન રાજ્યના આરોગ્યપ્રધાન નીતિન પટેલે કર્યું હતું.
કુંવરજી બાવળીયાના પ્રશ્નોનો નીતિન પટેલે જવાબ આપ્યો, જસદણ વીછીયામાં કોવિડ 19 સુવિધા ઉપલબ્ધ જ છે, ટેસ્ટ પણ થઈ રહ્યાં છે

ABOUT THE AUTHOR

...view details