ગાંધીનગરઃ નાણાં પ્રધાન નીતિન પટેલ વર્ષ 2020-21નું પૂર્ણકાલીન બજેટ રજૂ કરશે. ગત વર્ષ 2019-20માં બજેટનું કદ 2 લાખ 4 હજારનું હતું, ચાલુ નાણાંકીય વર્ષનું બજેટનું કદ આનાથી મોટુ હોવાની શક્યતા છે. ગત વર્ષે બજેટના કદમાં રૂપિયા 15,375 કરોડનો વધારો કરાયો હતો.
આજથી બજેટ સત્ર, સમગ્ર બજેટ સત્રમાં શું-શું થશે?, શું છે આશા-અપેક્ષા અને ધારણાઓ?
ગુજરાતના નાણાં પ્રધાન નીતિન પટેલ 26 ફેબ્રુઆરીને બુધવારે બજેટ રજૂ કરશે. આ બજેટ 24 ફેબ્રુઆરી રજૂ થવાનું હતું, પણ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ આવ્યા હોવાથી બજેટ અને વિધાનસભાના સત્રની તારીખ ફેરવીને 26 ફેબ્રુઆરી કરાઈ છે. હવે બુધવારે એટલે કે આજે રજૂ થનાર બજેટ ફરીથી પુરાંતવાળું બજેટ રજૂ થશે.
gujarat budget
સમગ્ર બજેટ સત્ર શું-શું થશે?
- 14મી ગુજરાત વિધાનસભાના ચાલુ છઠ્ઠા સત્રની આગામી બેઠકોનો પ્રારંભ 26 ફેબ્રુઆરીથી થશે.
- પ્રથમ દિવસે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને નાણા પ્રધાન નીતિન પટેલ ગુજરાત રાજ્યનું સને 20202-21ના વર્ષ માટેનું અંદાજપત્ર રજૂ કરશે.
- સત્ર દરમ્યાન કામકાજના કુલ 22 દિવસ રહેશે અને એકંદરે ગૃહની ૨૫ બેઠકો મળશે.
- પ્રથમ દિવસે પ્રશ્નોત્તરી બાદ ભૂતપૂર્વ ધારાસભ્ય દોલત દેસાઈ, વલસાડ, કરમશી કોળી પટેલ, સાણંદ અને ગોવિંદ ચૌહાણ, બાવળાના અવસાન અંગે શોકદર્શક ઉલ્લેખ હાથ ધરાશે.
- 27 ફેબ્રુઆરીથી રાજ્યપાલના સંબોધન પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો પ્રારંભ થશે, જે માટે ત્રણ બેઠકો ફાળવવામાં આવેલ છે.
- 2જી અને 3જી માર્ચના રોજ ગૃહમાં રજૂ થયેલ પૂરક માંગણીઓ પર ચર્ચા અને મતદાન હાથ ધરાશે.
- જ્યારે અંદાજપત્ર પર સામાન્ય ચર્ચાનો પ્રારંભ 4થી માર્ચથી થશે, જે માટે કુલ 4 દિવસ ફાળવવામાં આવેલ છે.
- જુદા જુદા વિભાગની માંગણીઓ પર વિભાગવાર ચર્ચા અને મતદાન હાથ ધરાશે, જે માટે કુલ 12 બેઠકો ફાળવવામાં આવેલ છે.
- સમગ્ર સત્ર દરમ્યાન કામકાજના કુલ 22 દિવસ રહેશે અને એકંદરે ગૃહની 25 બેઠકો મળશે.
- સરકારી વિધેયકો અને સરકારી કામકાજ માટે કુલ 3 બેઠકો મળશે.
- સમગ્ર સત્ર દરમ્યાન ૩ બેઠકો બિન સરકારી વિધેયકો અને અન્ય ત્રણ બેઠકો દરમ્યાન બિન સરકારી સંકલ્પો હાથ ધરાશે.
- પ્રજાને સ્પર્શતા મુદ્દાઓ કે સભ્ય દ્વારા સુચવવામાં આવેલ કાયદાકીય જોગવાઇઓ સંદર્ભેમાં ગૃહમાં વ્યાપક ચર્ચા હાથ ધરાશે.
- 31 માર્ચના રોજ છેલ્લા દિવસનો પ્રસ્તાવ હાથ ધરાશે.
- એકંદરે ગૃહનું કામકાજ 26 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 31 માર્ચના રોજ પૂર્ણ થશે.
આશા-અપેક્ષા અને ધારણાઓ
- ચાલુ નાણાંકીય વર્ષના બજેટના કદમાં રૂપિયા 17,000 કરોડથી વધુનો વધારો કરાય તેવી શક્યતા
- ગત વર્ષે 285 કરોડની પુરાંતવાળું બજેટ રજૂ થયું હતું, ચાલુ વર્ષે 300 કરોડનું બજેટ રજૂ થાય તેવી ધારણા
- ગુજરાતમાં ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન 8 મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે,
- 26 ફેબ્રુઆરીએ રજૂ થનાર બજેટ કરબોજ વિનાનું હશે.
- તેમજ નગરપાલિકાના વિકાસના કામોને ગતિ આપનારું હશે.
- ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન થયું હતું, જેથી ખેડૂતલક્ષી નવી યોજના જાહેર થવાનો આશાવાદ
- પાકવીમામાં પણ ફેરફારની અપેક્ષા
- નવા બજેટમાં શહેરોની સ્વચ્છતા પર વધુ ભાર મુકાય તેવી ધારણા
- ટૂંકમાં ગુજરાતનું વર્ષ 2020-21નું બજેટ વિકાસલક્ષીની સાથે કરબોજ વિનાનું બજેટ આવશે.
Last Updated : Feb 26, 2020, 8:22 AM IST