- પ્રથમ દિવસે 5 લાખથી વધુ લોકોનું થયું સ્ક્રીનિંગ
- રાજ્યમાં 30 વર્ષથી વધુની વયના લોકોનું હેલ્થ ચેકિંગ
- દર શુક્રવારે 'નિરામય ગુજરાત' અંતર્ગત ચેકિંગ હાથ ધરવામાં આવશે
ગાંધીનગર: ગુજરાતના નાગરિકોનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (cm bhupendra patel) 12 નવેમ્બરના રોજ પાલનપુર (palanpur) ખાતે 'નિરામય ગુજરાત' (niramaya gujarat)નો પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે, જે અંતર્ગત રાજ્યના 30 વર્ષથી વધુ વયની ઉંમરના તમામ લોકોનું આરોગ્ય ચેકિંગ (health checking) હાથ ધરવામાં આવી રહ્યું છે. દર શુક્રવારે CHC સેન્ટર, PHC સેન્ટર સરકારી હૉસ્પિટલમાં આ કાર્યક્રમ આયોજીત કરવામાં આવશે, જેમાં 12 નવેમ્બરના રોજ શરૂ કરવામાં આવેલી નિરામય યોજનામાં પ્રથમ દિવસે જ રાજ્યમાં 5 લાખથી વધુ લોકોના આરોગ્યનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
પ્રથમ દિવસે 5.27 લાખ લોકોએ ફોર્મ ભર્યા
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ (department of health, gujarat) તરફથી મળતી માહિતી પ્રમાણે ગુજરાત રાજ્યમાં 12 નવેમ્બરના રોજ નિરામય ગુજરાત યોજનાની શરૂઆત કરવામાં આવી છે, જેમાં પ્રથમ દિવસે જ 5,27,628 લોકોએ ફોર્મ ભર્યા છે, જ્યારે 8 મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ 66,621 લોકોના આરોગ્યની ચકાસણી પણ કરવામાં આવી છે, જેમાં હાઈપરટેન્શન, ડાયાબિટીસ, કેન્સર, પાંડુરોગ, કિડનીની બીમારી, કેલ્શિયમની ઊણપ જેવી બીમારીઓનો આંકડો પણ સામે આવ્યો છે.
પ્રથમ દિવસની આંકડાકીય વિગતો
- 5,27,628 લોકોએ CBAC ફોર્મ ભર્યા
- 8 કોર્પોરેશન વિસ્તારમાં 66,621 લોકોની ચકાસણી થઈ
- 6,556 લોકોને હાયપરટેન્શન
- 7,011 લોકોને ડાયાબિટીસ
- 725 લોકોને કેન્સરની બીમારી
- 3,763 લોકોને પાંડુરોંગની બીમારી
- 929 લોકોને કિડની બીમારી
- 2,756 લોકોને કેલ્શિયમની ઉણપ
- પ્રથમ દિવસે 20,972 વ્યક્તિની લેબોરેટરી તપાસ કરવામાં આવી
દર શુક્રવારે યોજાશે નિરામય ગુજરાત