ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્યના 8 કોર્પોરેશનમાં જ હવે રાત્રી કરફ્યૂં, 50 ટકા કેપેસિટી સાથે ટ્યૂશન કલાસ શરૂ કરવાની અપાઈ મંજૂરી - Chief Minister Vijay Rupani

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેથી હવે રાજ્યમાં વધુ છૂટછાટ આપવામાં આવી રહી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી ( Chief Minister Vijay Rupani )ની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટિ( Core committee ) ની બેઠકમાં કેટલાય મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા છે. જેમાં રાત્રી કરફ્યૂ હવે રાજ્યના 8 મહાનગરોમાં જ અમલી રહેશે. તેમજ ધોરણ-9 થી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીના તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાઓ માટેના કોચિંગ-ટયૂશન કલાસીસ સ્થળની ક્ષમતાના 50 ટકા વિદ્યાર્થીઓ સાથે બેચ વાઇઝ અને કોરોના SOPના પાલન સાથે શરૂ કરી શકાશે.

રાજ્યના 8 કોર્પોરેશનમાં જ હવે રાત્રી કરફ્યૂં
રાજ્યના 8 કોર્પોરેશનમાં જ હવે રાત્રી કરફ્યૂં

By

Published : Jul 8, 2021, 10:30 PM IST

  • કોર કમિટીમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણયો
  • રાજ્યના 8 કોર્પોરેશન વિસ્તારમાં જ હવે રાત્રિ કરફયૂ અમલમાં
  • ખાનગી ટ્યુશન કલાસીસ 50 ટકા કેપેસિટી સાથે શરૂ કરી શકાશે
  • લગ્ન પ્રસંગ માટે 150 વ્યક્તિઓ માટે મંજૂરી અપાશે

ગાંધીનગર: મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટી ( Core committee )ની બેઠકમાં મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યાં હતા. જેમાં 10 જુલાઈથી 20 જુલાઈ સુધી રાજ્યના ફક્ત 8 કોર્પોરેશન વિસ્તારમાં જ રાત્રિના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત લગ્ન-પ્રસંગમાં 150 વ્યક્તિને મંજૂરી આપવામાં આવી છે અને ધોરણ 9 થી ઉચ્ચ શિક્ષણના તમામ ખાનગી ક્લાસને 50 ટકાની કેપેસીટી સાથે શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

કોરોના SOPના પાલન સાથે કોચિંગ ક્લાસીસ શરૂ કરી શકાશે

મુખ્યપ્રધાન ( Chief Minister )ના અધ્યક્ષ સ્થાન હેઠળ મળેલી કોર કમિટીમાં નિયત SOP સાથે શાળા-કોલેજો અન્ય સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાઓના કોચિંગ ક્લાસીસ કોરોના ગાઇડલાઇનના પાલન સાથે શરૂ કરી શકશે, જ્યારે ધોરણ-9 થી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીના તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાઓ માટેના કોચિંગ-ટયૂશન કલાસીસ સ્થળની ક્ષમતાના 50 ટકા વિદ્યાર્થીઓ સાથે બેચ વાઇઝ અને કોરોના SOPના પાલન સાથે શરૂ કરી શકાશે.

ક્યાં શહેરોમાં કરફ્યૂં યથાવત રહેશે?

સીએમ રૂપાણીની અધ્યક્ષતા હેઠળ મળેલી આ કોર કમિટીમાં લેવાયેલા નિર્ણયો મુજબ રાજ્યમાં હવે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર આ 8 મહાનગરોમાં જ રાત્રિ કરફયૂનો અમલ કરાશે. અગાઉ આ 8 મહાનગરો સહિત રાજ્યના ભૂજ, મોરબી, પાટણ, મહેસાણા, ભરૂચ, નવસારી, વલસાડ, અંકલેશ્વર અને વાપીમાં રાત્રી કરફયુ અમલમાં હતો. તેમાંથી હવે 8 મહાનગરો પૂરતો જ આ રાત્રિ કરફયુ અમલમાં રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ દબદબાભેર નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા, આ વર્ષે કેવી હશે ?

આ તમામ મહત્વના નિર્ણયો કરાયા

  • રેસ્ટોરેન્ટ્સ રાત્રિના 9 કલાક સુધી બેસવાની ક્ષમતાના મહત્તમ 60 ટકા ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇન ( Corona's guideline )નું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન ચાલુ રાખી શકશે. તમામ હોટલ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલા તમામ વ્યકિતઓએ તારીખ 31 જુલાઈ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા તેવા રેસ્ટોરેન્ટસ ચાલુ રાખી શકાશે નહી. આ પણ પણ નિર્ણય કરવામાં આવ્યો છે.
  • રેસ્ટોરેન્ટ્સ Home deliveryની સુવિધા રાત્રિના 12 કલાક સુધી ચાલુ રાખી શકશે
  • જીમ 60 ટકા ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન ચાલુ રાખી શકશે.( તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓએ તા. 31 જુલાઈ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા જીમ ચાલુ રાખી શકાશે નહી.)
  • જાહેર બાગ-બગીચાઓ રાત્રિના 9 કલાક સુધી જાહેર જનતા માટે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન ખુલ્લા રાખી શકાશે.
  • આ સમયગાળા દરમ્યાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ 150 વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણીની જોગવાઇ યથાવત રાખવામાં આવી છે.
  • અંતિમક્રિયા/દફનવિધી માટે મહત્તમ 40 વ્યક્તિઓને મંજુરી રહેશે.
  • તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમોમાં તેમજ ધાર્મિક સ્થળોમાં કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન, ખુલ્લામાં મહત્તમ 200 વ્યકિતઓ પરંતુ, બંધ સ્થળોએ, જગ્યાની ક્ષમતાના 50 ટકા (મહત્તમ 200 વ્યક્તિઓની મર્યાદામાં) વ્યકિતઓ એકત્રિત થઇ શકશે.
  • ધોરણ 9થી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષ સુધીના કોચીંગ/ટ્યુશન કલાસીસ તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના કોચિંગ સેન્ટરો સ્થળની ક્ષમતાના મહત્તમ 50 ટકા વિદ્યાર્થીઓ સાથે બેચવાઇઝ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P. સાથે ચાલુ રાખી શકાશે.
  • શાળા, કોલેજ, અન્ય સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P. સાથે યોજી શકાશે.
  • વાંચનાલયો 60 ટકા ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન ચાલુ રાખી શકાશે. પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ 75 ટકા પેસેન્‍જરની કેપેસીટીમાં ચાલુ રહેશે. પબ્લિક બસ ટ્રાન્‍સપોર્ટને કર્ફ્યુમાંથી મુક્તિ આપવામાં આવી છે. (તમામ ડ્રાઇવર અને કંડક્ટર એ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધેલ હોય તે અનિવાર્ય રહેશે.)
  • પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ/સ્પોર્ટ્સ સ્ટેડીયમ/સંકુલમાં રમતગમત ચાલુ રાખી શકાશે.(રમતગમતમાં ભાગ લેનારા ખેલાડી, સપોર્ટ સ્ટાફ ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા વેક્સિનનો પ્રથમ ડોઝ લીધેલો હોય તે અનિવાર્ય રહેશે.)
  • સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો મહત્તમ 60 ટકા કેપેસીટીમાં ચાલુ રાખી શકાશે. 31 જુલાઈ સુધી પ્રથમ ડોઝ લેવાનો ફરજીયાત કરાયો હતો નહીતર સરકાર ચુનિટ સિલ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details