- હવે 36 શહેરમાં રાતના 9 થી સવારે 6 સુધી રાત્રિ કરફ્યૂ
- વેપાર ધંધા કોઈ નવી છૂટછાટ નહીં, બપોરના 3 કલાક સુધી જ વેપાર કરી શકાશે
- રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં લેવાયો નિર્ણય
ગાંધીનગર : રાજ્યમાં એપ્રિલ અને મે મહિનામાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો. દૈનિકધોરણે 14 હજારની આસપાસના કેસ સામે આવી રહ્યા હતા, ત્યારે રાજ્ય સરકાર દ્વારા 36 શહેરોમાં રાતના 08 કલાકથી સવારના 06 કલાક સુધી રાત્રિ કરફ્યૂ (Night Curfew)નો અમલ કરવામાં આવ્યો હતો. જ્યારે આંશિક લોકડાઉન પણ લાગુ કરવામાં આવ્યું હતું, ત્યારે બુધવારના રોજ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં જે રીતે રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો આવ્યો છે, તેને ધ્યાનમાં રાખીને હવે રાત્રિ કરફ્યૂ ( Night Curfew ) 9 કલાકથી સવારના 6 કલાક સુધી લાગુ રહેશે, જ્યારે વેપારીઓને ફક્ત સવારના 9 કલાકથી બપોરના 3 કલાક સુધી જ વેપાર રોજગાર કરવાની પરવાનગી રાજ્ય સરકાર દ્વારા યથાવત રાખવામાં આવી છે.
આ પણ વાંચો -તૌકતે વાવાઝોડાને પગલે રાજ્યમાં 20 મે સુધી રહેશેNight Curfewમુખ્યપ્રધાન રૂપાણીએ કરી જાહેરાત
કેબિનેટ બેઠકમાં લેવાયો નિર્ણય
27 મે ના રોજ નોટિફિકેશનની મુદ્દત પૂર્ણ થાય છે, ત્યારે બુધવારના રોજ મુખ્યપ્રધાન વિજય રૂપાણી ( CM Vijay Rupani )ની અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યમાં રાત્રિ કરફ્યૂ ( Night Curfew ) અને રોજગાર ધંધા બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી. જેના અંતે નિર્ણય લેતા મુખ્યપ્રધાન વિજય રૂપાણી( CM Rupani )એ જણાવ્યું હતું કે, આજની બેઠકમાં રાતના 9 કલાકથી ( Night Curfew ) લાગવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જ્યારે પહેલા જે પ્રમાણેનું જાહેરનામુ હતું તે જ પ્રમાણેનું જાહેરનામું યથાવત રાખવામાં આવ્યું છે, ફક્ત રાત્રિ કરફ્યૂ ( Night Curfew )માં એક કલાક ઘટાડો કરવામાં આવ્યો છે.