- કોરોનાને પગલે રાજ્યમાં 8 મહાનગરોમાં રાત્રિ કરફ્યૂ લંબાવાયો
- 28 ઓગસ્ટ સુધી રાત્રિ કરફ્યૂની મુદ્દત વધારવામાં આવી
- રાત્રિના 11થી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યૂ રહેશે
ગાંધીનગર : કોરોના વાયરસને વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. આ સંબંધમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે સૂચનો અને માર્ગદર્શિકા બહાર પાડવામાં આવે છે. જેથી 8 મહાનગર પાલિકાઓમાં પણ નિશ્ચિત કરાયેલા સમય મુજબ રાત્રીના 11થી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યૂ યથાવત જ રહેશે. જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર શહેરમાં રાત્રિ કરફ્યૂ રહેશે. જોકે, આ 8 મહાનગર પાલિકાઓમાં પણ છેલ્લા જુલાઈ માસથી સિંગલ ડિજિટમાં કોરોનાના કેસો આવી રહ્યા છે.
ગુજરાતમાં અત્યારે કોરોના પર કંટ્રોલ, છતાંય નિયંત્રણો યથાવત
ગુજરાતમાં કોરોનાના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે સરકારે રાત્રિ કરફ્યૂની અવધી લંબાવવામાં આવી છે. પહેલાની કરાયેલી જાહેરાતની જેમ જ આ કરફ્યૂ રાજ્યના 8 મહાનગરોમાં જ લાગુ પડે છે. જોકે, ગત વખતે લેવાયેલા નિર્ણયમાં જ મોટાભાગના નિયંત્રણો હળવા કરાયા હતા. ગત વખતે કેટલીક છૂટછાટ આપવામાં આવી હતી. જેમાં લગ્ન પ્રસંગમાં 150 લોકોની મર્યાદા, ધાર્મિક, સામાજિક, રાજકીય કાર્યક્રમો છૂટછાટ, ગણેશજીની પ્રતિમા સ્થાપવી, હોટેલ રેસ્ટોરન્ટ, સ્પા ખોલવા સહિતની પરમિશન અપાઇ હતી.
કેટલીક આવશ્યક સેવાઓ ચાલું રહેશે
રાજ્યમાં માર્ચ મહિનાથી શરૂ થયેલી કોરોનાની બીજી લહેર પૂરી થઈ ગઈ છે. ત્યારે રાજ્યમાં પણ કોરોનાના કેસ બિલકુલ ઓછા થઈ ગયા છે. જોકે કરફ્યૂ પણ કોરોનાની લગતી આવશ્યક સેવાઓ ચાલુ જ રહેશે. જેમાં મેડિકલ પેરામેડિકલને લગતી આવશ્યક સેવાઓ સહિતની જરૂરી સેવાઓ ચાલુ રહેશે.