ગાંધીનગર:ખરેખર રાજ્યમાં પરિસ્થિતિને ધ્યાનમાં લઈએ તો 23 ડિસેમ્બરના રોજ સમગ્ર રાજ્યમાં કુલ 111 જેટલા કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને અમદાવાદ-વડોદરામાં નવા વેરિયન્ટ ઓમિક્રોન (Omicron Cases in Gujarat)ના પાંચથી વધુ કેસ સામે આવતા રાજ્ય સરકાર દ્વારા ખાસ પગલાં ભરવામાં આવ્યા છે. જેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે રાત્રી કર્ફ્યૂના સમયમાં વધારો (Night Curfew Extend in Gujarat) કર્યો છે, જે અંતર્ગત હવે 25 ડિસેમ્બરથી રાત્રીના 11 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ રાખવાની જાહેરાત કરવામાં આવી છે..
જાહેરમાં નવા વર્ષની ઉજવણી નહિ થઈ શકે
ડિસેમ્બરના અંતિમ દિવસો ચાલી રહ્યા છે અને ગુજરાતના યુવાઓ નવા વર્ષની ઉજવણી માટેના અનેક આયોજન કરી રહ્યા છે, ત્યારે અમદાવાદ, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, વડોદરા અને જુનાગઢ જેવા કોર્પોરેશન વિસ્તારોમાં નવા વર્ષની ઉજવણી નહીં થઈ શકે. કારણ કે આ તમામ મોટા શહેર અને કોર્પોરેશન વિસ્તારમાં રાજ્ય સરકાર દ્વારા રાત્રિના અગિયાર વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધી કર્ફ્યૂ લાગવાની જાહેરાત કરી દીધી છે, ત્યારે નવા વર્ષની ઉજવણી ઉપર પણ આડકતરી રીતે રોક (New Year celebrations canceled in Gujarat) લાગી ગઈ છે. જેથી આ નવા વર્ષની ઉજવણી નહીં થઈ શકે..
રાત્રી કર્ફ્યૂ તોડશો તો થશે કાર્યવાહી
મળતી માહિતી પ્રમાણે ગૃહ વિભાગ દ્વારા તમામ પોલીસ કમિશ્નર અને પોલીસ જિલ્લાઓને કોરોનાનો નવો વેરિયન્ટ વધુ લોકોમાં પ્રસરે નહિ અને રાત્રી કર્ફ્યૂનું સંપૂર્ણપણે પાલન થાય તે બાબતે સૂચના પણ આપી દેવામાં આવી છે અને જો કોઈ પણ વ્યક્તિ નિયમ તોડશે તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબ ગુનો પણ દાખલ કરવામાં આવશે..