ગુજરાત

gujarat

ETV Bharat / city

New Universities In Gujarat: હવે યુવાનોએ ઉચ્ચ શિક્ષણ માટે ગુજરાતની બહાર જવું નહીં પડે, રાજ્યમાં નવી 11 યુનિવર્સિટીઓ બનશે - સરકારી યુનિવર્સિટી નિયમો ગુજરાત

રાજ્યમાં નવી યુનિવર્સિટીઓ બનાવવાનું બિલ પસાર કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગાંધીનગરમાં સૌથી વધુ 3 યુનિવર્સિટીઓ (New Universities In Gujarat) બનશે. રાજ્યના વિદ્યાર્થીઓએ ઉચ્ચ શિક્ષણ માટે રાજ્યની બહાર જવું ન પડે તે ઉદ્દેશ સાથે નવી 11 યુનિવર્સિટીઓ બનાવવામાં આવશે.

હવે યુવાનોએ ઉચ્ચ શિક્ષણ માટે ગુજરાતની બહાર જવું નહીં પડે, રાજ્યમાં નવી 11 યુનિવર્સિટીઓ બનશે
હવે યુવાનોએ ઉચ્ચ શિક્ષણ માટે ગુજરાતની બહાર જવું નહીં પડે, રાજ્યમાં નવી 11 યુનિવર્સિટીઓ બનશે

By

Published : Mar 31, 2022, 10:37 PM IST

ગાંધીનગર: ગુજરાત વિધાનસભા (Gujarat Assembly 2022) સત્રના અંતિમ દિવસે રાજ્યમાં 11 નવી યુનિવર્સિટી (New Universities In Gujarat) શરૂ કરવાનું બિલ સર્વાનુમતે પાસે થયું છે. રાજ્યમાં આગામી સમયમાં ગાંધીનગર (New Universities In Gandhinagar), જૂનાગઢ, અમદાવાદ (New Universities In Ahmedabad), પાટણ, સુરત, ખેડા અને ભાવનગરમાં નવી યુનિવર્સિટી શુરૂ થશે. ગાંધીનગરમાં સૌથી વધુ 3 નવી યુનિવર્સિટી બનશે. રાજ્યની બહાર જવું ન પડે તેવું શિક્ષણ આ યુનિવર્સિટીમાં આપવાનો પ્રયાસ કરવામાં આવશે.

રાજ્યની બહાર જવું ન પડે તેવું શિક્ષણ આ યુનિવર્સિટીમાં આપવાનો પ્રયાસ કરવામાં આવશે.

આ પણ વાંચો:Gujarat Assembly 2022: ગુજરાતમાં નવી 11 પ્રાઇવેટ યુનિવર્સિટી સ્થાપવાના બિલ પર કોંગ્રેસે સરકારને આપ્યા મહત્વના સૂચનો

રાજ્યની બહાર ઉચ્ચ શિક્ષણ માટે જવું નહીં પડે-ગુજરાતના શિક્ષણપ્રધાન (Minister of Education of Gujarat) જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, "રાજ્યના યુવાનોને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે મોંઘીદાટ ફી ભરીને બહાર જવું ન પડે તેવું શિક્ષણ હવે ગુજરાતમાં આપવામાં આવશે. રાજ્યમાં ખાનગી અને સરકારી યુનિવર્સિટીના નિયમો (Government University Rules Gujarat)બનાવવામાં આવશે, જેનું દરેક યુનિવર્સિટીએ ફરજિયાત પાલન કરવું પડશે. હાલમાં ચાલતી ખાનગી યુનિવર્સિટી (Private university In Gujarat)એ પણ નિયમ પ્રમાણે ચાલવું પડશે. જેનો આગામી સમયમાં પરિપત્ર જાહેર કરવામાં આવશે."

આ પણ વાંચો:Jamnagar Ayurveda University: જામનગરની આયુર્વેદિક યુનિવર્સિટી જ્યાં વિદેશથી પણ અભ્યાસ માટે આવે છે વિદ્યાર્થીઓ

ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો 50 ટકા સુધી લઇ જવાનું લક્ષ્ય-વધુમાં વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, "આ નીતિના આયોજનમાં વર્ષ 2030 સુધીમાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો (Gross enrollment ratio In Gujarat) 50 ટકા સુધી લઇ જવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ગુજરાતમાં હાલ ધોરણ-12 પછી કોલેજમાં પ્રવેશની જે ટકાવારી છે તેને નવી શિક્ષણ નીતિ મુજબ 50 ટકાએ પહોંચાડવા શિક્ષણનો વ્યાપ વિસ્તારવો આવશ્યક છે."

ABOUT THE AUTHOR

...view details