ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા 17 નગરો અને 8 મહાનગર પાલિકામાં 11:00 થી સવારના 5 વાગ્યા સુધીનું કરફ્યૂ લાગુ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે જે રીતે રાજ્યમાં સતત કેસમાં ઘટાડો થઈ રહ્યો છે તેને ધ્યાનમાં લઈને આજે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં મહત્ત્વનો નિર્ણય (New SOP ) કરવામાં આવ્યા છે. 17 શહેરમાંથી રાત્રિ કર્ફ્યુ હટાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજ્યના 8 મહાનગરપાલિકા વિસ્તાર જેવા કે અમદાવાદ, રાજકો,ટ સુરત, બરોડા, જામનગર, ભાવનગર, ગાંધીનગર અને જૂનાગઢમાં રાત્રિના 12 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી કરફ્યુ (Night Curfew time in Ahmedabad) રહેશે. આ નવી ગાઇડલાઇન્સ 11 ફેબ્રુઆરીથી 18 ફેબ્રુઆરી (11 February Corona Guidelines) સુધી લાગુ રહેશે.
લગ્નમાં મહેમાન સંખ્યામાં કોઈ ફેરફાર નહીં
રાજ્ય સરકારે લગ્નમાં ધાર્મિક પ્રસંગોમાં જાહેર મેળાવડા અને રાજકીય મેળાવડાઓમાં ખુલ્લામાં મહત્તમ 300 વ્યક્તિ અને બંધ જગ્યામાં 150 વ્યક્તિની મંજૂરી આપવામાં આવી છે. ત્યારે New SOP માં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. આમ લગ્ન ધાર્મિક પ્રસંગો સામાજિક મેળાવડા અને રાજકીય મેળાવડામાં ખુલ્લામાં 300 વ્યક્તિ અને બંધ જગ્યામાં 150 વ્યક્તિઓને ભેગા કરવાની મંજૂરી (11 February Corona Guidelines) આપવામાં આવી છે.
રાત્રિના 11 વાગ્યા સુધી વેપાર કરી શકાશે
ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર રીતે નોટિફિકેશન (New SOP )કરવામાં આવ્યું છે કે 8 મહાનગર પાલિકાઓમાં કે જેમાં રાત્રિના 12 વાગ્યાથી સવારના પાંચ કલાક સુધી કરફ્યુ લાદવામાં આવ્યું છે. તેમાં દુકાનો, ઓનલાઇન શોપિંગ, કોમ્પલેક્સ, માર્કેટયાર્ડ, ગુજરી બજાર, હેર કટીંગ સલૂન, સ્પા, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ રાત્રિના 11 વાગ્યા (11 ફેબ્રુઆરીથી 18 ફેબ્રુઆરી 2022 એસઓપી) સુધી જ ચાલુ રાખી શકાશે.
સિનેમા હોલમાં 50 ટકા કેપેસિટી
રાજ્યના થિયેટર એસોસિએશન અને મલ્ટિપ્લેક્સ એસોસિએશન દ્વારા રાજ્યના ગૃહ વિભાગમાં એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં રાત્રિના એક વાગ્યા કરવાની અને સો ટકા કેપેસિટી સાથે કાર્યરત કરવાની માંગ કરવામાં આવી હતી. પરંતુ હજુ પણ કોરોના કેસની ગંભીરતા સમજીને રાજ્ય સરકારે સિનેમા હોલમાં 50 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખવાનો નિર્ણય (New SOP )કરવામાં આવ્યો છે.
હાજરીની નિયત સંખ્યા
જીમ 50 ટકા ક્ષમતા સાથે કાર્યરત