- કોરોનાથી 44 દર્દીના મોત થયા
- આંકડા ઘટતા રાજ્યમાં કોરોના પર કંન્ટ્રોલ
- ગુજરાતમાં રિકવરી રેટમાં ઉત્તરોત્તર વધારો
ગાંધીનગર : કોરોનાના કેસ છેલ્લા 24 કલાકમાં ચાર હજારની અંદર આવ્યા છે. રાજ્યમાં એક સમયે એપ્રિલ મહિનાથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો, ત્યારે મે મહિનાના હવે સતત પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. છેલ્લાં 24 કલાકની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં 3,250 કેસો નોંધાયા છે. જેની સરખામણી સાજા થનારાનો આંક અઢી ગણાથી પણ વધારે છે. આજે સોમવારે સૌથી વધુ 9,676 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે છેલ્લા 24 કલાકમાં 44 જેટલા દર્દીના કોરોનાથી દુઃખદ મૃત્યુ પણ થયા છે. જ્યારે એક સમયે કોરોનાથી મૃત્યુ થનારાની સંખ્યા 100 કરતા પણ વધુ રહેતી હતી.
આ પણ વાંચો:કોરોના અપડેટ: 24 કલાકમાં 2 લાખથી ઓછા નવા કેસો, 3,511 લોકોનાં મોત, જાણો રાજ્યોની સ્થિતિ
અમદાવાદમાં 491, સુરતમાં 226 અને વડોદરામાં 336 કેસ
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા કેટલાય દિવસથી અમદાવાદમાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકની જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં 491 કોરોના પોઝિટિવ આવ્યા હતા. એક સમયે અમદાવાદ માત્રમાં 3000થી 5000 જેટલા કેસ સામે આવતા હતા. એમ્બ્યુલન્સની લાઈનો પણ લાગતી હતી. જ્યારે અમદાવાદમાં સાજા થનારા દર્દીઓની સંખ્યા હજારોને વટાવી ચૂકી છે. જ્યારે વડોદરામાં 336, સુરતમાં 226 અને રાજકોટમાં 197 કેસ નોંધાયા છે. આ શેહેરોમાં પણ આ આંકડો 500ની અંદર આવી ગયો છે. જેથી કોરોનાની બીજી લહેર પૂર્ણ થવાના આરે છે તેવું કહી શકાય છે, પરંતુ સાવચેતી પણ એટલી જ જરૂરી છે.