ગાંધીનગરઃ વિધાનસભા ખાતે આજે (સોમવારે) ધારાસભ્યોએ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે (Presidential Election 2022) મતદાન કર્યું હતું. NCPના કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા (NCP MLA Kandhal Jadeja) પણ મતદાન કરવા અહીં પહોંચ્યા હતા. જોકે, આશ્ચર્યની વાત એ છે કે, તેમણે વિપક્ષના ધારાસભ્ય થઈને પણ NDAના રાષ્ટ્રપતિ પદનાં ઉમેદવાર દ્રૌપદી મુર્મુને (NDA presidential candidate Draupadi Murmu) મત આપ્યો હતો. આ સાથે જ તેમણે ક્રોસ વોટિંગ (Cross voting by Kandhal Singh Jadeja) કર્યું હતું.
આ પણ વાંચો-Presidential Election 2022 : નવા રાષ્ટ્રપતિ બંધારણ અને લોકોના હક્કનું પાલન કરે : વિપક્ષ
કામ થઈ રહ્યા હોવાથી NDAને મત આપ્યો - NCPના ધારાસભ્ય કાંધલ જાડેજાએ (NCP MLA Kandhal Jadeja) જણાવ્યું હતું કે, મારે ગુજરાતમાં રહેવાનું છે. મારા વિસ્તારમાં વિકાસના કામો થઈ રહ્યા હોવાથી મેં ભાજપનાં ઉમેદવારને મત આપ્યો છે. આ પહેલાં ગઈકાલે રાત્રે કૉંગ્રેસની એક બેઠક યોજાઈ હતી, જેમાં 2 ધારાસભ્યો હાજર નહતા રહ્યા અને તેઓ આજે સવારે સીધા પોતાનો મત આપવા વિધાનસભા પહોંચ્યા હતા.