ગાંધીનગરઃ રામકથા મેદાન ખાતે ત્રિદિવસીય રાષ્ટ્રીય મેંગો મહોત્સવનું (National Mango Festival 2022) આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે રવિવારે આ મહોત્સવનો સમાપન સમારોહ (Mango Festival Closing Ceremony) હતો. તેમાં મહામંડલેશ્વર સ્વામી અખિલેશદાસજી, સામાજિક કાર્યકર્તા પાવન સિંધી, અમદાવાદના જોઈન્ટ પોલીસ કમિશનર અજય ચૌધરી (Ahmedabad Joint Commissioner of Police Ajay Chaudhary) તથા પ્રવાસન કમિશનર આલોક કુમાર પાંડે ઉપસ્થિત રહ્યા હતા.
મહોત્સવને 30 દિવસ કરવાની માગ -આ મેંગો મહોત્સવના સમાપન બાબતે પ્રવાસન નિગમના મેનેજિંગ ડિરેક્ટર આલોકકુમાર પાંડેએ (Tourism Corporation Managing Director Alok Kumar Pandey) જણાવ્યું હતું કે, ‘રાષ્ટ્રીય મેંગો મહોત્સવનું આયોજન (National Mango Festival 2022) સફળ રહ્યું છે. ગુજરાત સહિત દેશના કેરીના ઉત્પાદકો અને વેચાણકર્તાઓએ આયોજન અંગે સંતોષ વ્યક્ત કર્યો છે. સાથે જ હવે આ મહોત્સવ 3ના બદલે આવતા વર્ષે 30 દિવસ લાંબો મેંગો ફેસ્ટવલ યોજાવાની માગ (Demand to extend Mango Festival) કરી છે, જે ખરેખર આ આયોજનની સફળતા દર્શાવે છે. એગ્રિકલ્ચર ટૂરિઝમને વેગ (Boost to Agri Tourism) આપવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે, જેમાં પ્રવાસન વિભાગ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
3 દિવસમાં કરોડોની કેરીનું વેચાણ -માત્ર આ ત્રણ દિવસના મહોત્સવમાં (National Mango Festival 2022) કેરી અને કેરીની અન્ય બનાવટોનું 1 લાખ 43 હજારથી વધુ કિલોગ્રામ વેચાણ થયું છે. તેની કિંમત રૂપિયા 1,43,52,000 રૂપિયા થાય છે. ગુજરાત સિવાય અન્ય રાજ્યોની 21,800 કિલોગ્રામ કેરી વેચાણ થયું છે, જેની કિંમત 43,60,000 રૂપિયા થાય છે. ગુજરાતની 1,21,000 કિલો કેરીનું વેચાણ થયું (Mango sell in Mango Festival) છે. જેની કિંમત 97,00,000 રૂપિયા થાય છે. જ્યારે 2,90,000 રૂપિયાની કેરીની અન્ય બનાવટોનું વેચાણ થયું છે.