ગુજરાત

gujarat

ETV Bharat / city

Defence Expo 2022માં NFSU લેશે ભાગ, અનેક દેશોના સંરક્ષણ પ્રતિનિધિ મંડળોને આપશે તાલીમ અને ટેકનોલોજી - બેલિસ્ટિક રીસર્ચ એન્ડ ટેસ્ટિંગ સેન્ટર

ગાંધીનગરના નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (National Forensic Sciences University) ડિફેન્સ એક્સ્પો 2022માં (Defence Expo 2022) સંરક્ષણ દળોને મજબૂત કરવા અને રાષ્ટ્રીય સુરક્ષામાં યોગદાન માટે CAPF માટે સોફ્ટવેર એપ્લિકેશન્સ અને સિસ્ટમ્સ વિકસાવવા સહિતના સંશોધન કાર્ય કામ કરી રહ્યા છે. NFSU ડિફેન્સ એક્સ્પો 2022માં ભાગ લઈ રહી છે તેમજ સશસ્ત્ર દળોને માહિતગાર અને ટ્રેનિંગ અર્થે અત્યાધુનિક ઉપકરણોનું નિદર્શન કરશે.

Defence Expo 2022માં લેશે NFSU ભાગ, અનેક દેશોના સંરક્ષણ પ્રતિનિધિ મંડળોને આપશે તાલીમ અને ટેકનોલોજી
Defence Expo 2022માં લેશે NFSU ભાગ, અનેક દેશોના સંરક્ષણ પ્રતિનિધિ મંડળોને આપશે તાલીમ અને ટેકનોલોજી

By

Published : Oct 17, 2022, 8:18 PM IST

Updated : Oct 17, 2022, 8:56 PM IST

ગાંધીનગરનેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી ડિફેન્સ એક્સ્પો 2022માં સંરક્ષણ ટેકનોલોજી સંબંધિત અત્યાધુનિક ઉપકરણોનું નિદર્શન કરશે. NFSU, ગાંધીનગરના કુલપતિ ડૉ. જે. એમ. વ્યાસના માર્ગદર્શન હેઠળ સંરક્ષણ દળોને મજબૂત કરવા અને રાષ્ટ્રીય સુરક્ષામાં યોગદાન માટે NFSU (Contribution of NFSU to National Security) ભારતીય સેનાની ત્રણેય પાંખ ઉપરાંત, CAPF માટે સોફ્ટવેર એપ્લિકેશન્સ અને સિસ્ટમ્સ વિકસાવવા સહિતના સંશોધન કાર્ય કરી રહી છે. નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી એ ગૃહ મંત્રાલય (MHA) હેઠળની રાષ્ટ્રીય મહત્વની સંસ્થા છે. ગાંધીનગર સ્થિત વિશ્વની પ્રથમ અને એકમાત્ર ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી, NFSU 18મી ઓક્ટોબર, 2022થી પ્રારંભ થઈ રહેલા ડિફેન્સ એક્સ્પો 2022માં ભાગ લઈ રહી છે.

અનેક દેશોના સંરક્ષણ પ્રતિનિધિ મંડળો માટે NFSU બનશે યજમાન સશસ્ત્ર દળોને અત્યાધુનિક ટેક્નોલોજીથી પરિચિત કરવા માટેની ટ્રેનિંગ પણ આપે છે. NFSUએ ઈન્ટીગ્રેટેડ ઇન્ટેલિજન્સ, ઓપરેશનલ સોફ્ટવેર, સાયબર ડિફેન્સ, ડિજિટલ ફોરેન્સિક્સ, બિહેવિયરલ સાયન્સ અને બેલિસ્ટિક ટેસ્ટિંગ સહિતના ક્ષેત્રોમાં વિશિષ્ટ તાલીમ કાર્યક્રમો અને અત્યાધુનિક ટેકનોલોજી પ્રદાન કરવા માટે ભારતીય લશ્કર અંતર્ગત વાયુદળ, ભૂમિદળ, નૌકાદળ, NSG, SPG અને અન્ય લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓ સાથે મહત્વપૂર્ણ સમજૂતી MOUs કર્યા છે. ડિફેન્સ એક્સ્પો 2022 અંતર્ગત NFSU હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર (NFSU Helipad Exhibition Centre) ખાતે ગુજરાત પેવેલિયનમાં વિવિધ સંરક્ષણ ટેકનોલોજી સંબંધિત અત્યાધુનિક ઉપકરણોનું નિદર્શન કરશે. આ સાથે વિવિધ દેશોના સંરક્ષણ પ્રતિનિધિ મંડળો અને કેટલાક મહાનુભાવો માટે NFSU યજમાન પણ બનશે.

સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ માટે ખૂબ જ ઉપયોગી NSFUમાં સશસ્ત્ર દળો તથા સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સને (Central Armed Police Force) મદદરૂપ થાય તે માટેના વિવિધ વિશિષ્ટ સેન્ટર્સ કાર્યરત છે. સેન્ટર ફોર ફ્યુચરિસ્ટિક ડિફેન્સ સ્ટડીઝ (Center for Futuristic Defense Studies) મહત્વપૂર્ણ કોમ્બેટ એપ્લીકેશન્સ, ડ્રોન પ્લેટફોર્મ્સ, એન્ટી ડ્રોન ટેકનોલોજી અને સિસ્ટમ્સ, 3D સ્કેનિંગ સેન્સર્સ વગેરેના સંવેદનશીલ કાર્યોના વિકાસ માટે કાર્યરત છે. આ સેન્ટર આપણા સશસ્ત્ર દળો અને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ માટે ખૂબ જ ઉપયોગી છે. જે અંતર્ગત ડ્રોન ફોરેન્સિક્સ ક્ષેત્રે મહત્ત્વના સંશોધન પણ થઈ રહ્યા છે. આ ક્ષેત્રે NFSU વિશિષ્ટ કુશળતા અને અનુભવ ધરાવે છે. ડ્રોન ફોરેન્સિક્સનો ઉપયોગ વ્યાપક ડ્રોન ડેટાબેઝ અને થ્રેટ લાઇબ્રેરી બનાવવા માટે કરાય છે. સ્વદેશી ડ્રોન ડિટેક્શન સિસ્ટમ્સ, ડ્રોન જામર્સ અને એન્ટી ડ્રોન કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમ વિકસાવવાનું કાર્ય પણ થઈ રહ્યું છે. ડ્રોન ટેકનોલોજી, ડ્રોન ફોરેન્સિક્સ અને એન્ટી ડ્રોન સિસ્ટમ્સ ક્ષેત્રે ટ્રેનિંગનું કાર્ય પણ ચાલી રહ્યું છે.

ISO IEC 27001 પ્રમાણિત લેબોરેટરીસાયબર સિક્યોરિટીમાં સેન્ટર ઓફ એક્સેલન્સ એટલે સાયબર ડિફેન્સ સેન્ટર (Center of Excellence means Cyber Defense Cente) એ ભારતની સૌપ્રથમ ISO IEC 27001 પ્રમાણિત લેબોરેટરી છે. જે NFSUના ગાંધીનગર કેમ્પસમાં સ્થિત છે. આ સાયબર ડિફેન્સ સેન્ટરમાં સાયબર વોરફેર, સાયબર ટેક્નોલોજી ક્ષેત્રે રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટનું કાર્ય થાય છે. આ ઉપરાંત, સરકાર, સંરક્ષણ અને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ અને લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓને સાયબર ઈન્ફ્રાસ્ટ્રક્ચર તથા IT સિસ્ટમ્સની સ્થિરતા, સુરક્ષાને મજબૂત કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. આ સાયબર ડિફેન્સ સેન્ટર ડિજિટલ ઇન્ડિયા તથા આત્મનિર્ભર ભારતના સૂત્રને ચરિતાર્થ કરવા માટે કટિબદ્ધ છે. આ માટે સાયબર કિઓસ્ક સહિતના વિવિધ ઉપકરણો પણ આ સેન્ટર દ્વારા વિકસિત કરવામાં આવ્યા છે. જ્યારે ઓપરેશનલ ટેકનોલોજી સંબંધિત વિશિષ્ટ પ્રોજેક્ટ કાર્યરત છે. સાયબર ડિફેન્સ સેન્ટર ખાનગી અને જાહેર ક્ષેત્રના એકમોને સાયબર સિક્યોરિટી ક્ષેત્રે કન્સલ્ટન્સીનું ( Cyber Security Consultancy) કાર્ય પણ કરે છે.

સિક્યોરિટી માટેના ટ્રેનિંગ પ્રોગ્રામ્સ NFSU ખાતે અત્યાધુનિક સુવિધાયુક્ત બેલિસ્ટિક રીસર્ચ એન્ડ ટેસ્ટિંગ સેન્ટર (Ballistic Research and Testing Center) છે. જ્યાં સશસ્ત્રદળો તથા સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ માટેના બુલેટ પ્રૂફ જેકેટ, બુલેટ પ્રૂફ હેલ્મેટ, બુલેટ પ્રૂફ વ્હિકલ્સનું પરીક્ષણ કરવામાં આવે છે. જ્યારે NFSUની સ્કૂલ ઓફ પોલીસ સાયન્સ એન્ડ સિક્યોરિટી સ્ટડીઝ દ્વારા હોમલેન્ડ સિક્યોરિટી, લેન્ડ બોર્ડર એન્ડ મેરિટાઈમ સિક્યોરિટી સહિતના ટ્રેનિંગ પ્રોગ્રામ્સ પણ સશસ્ત્ર દળો, સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ અને લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓ માટે ચલાવવામાં આવે છે.

Last Updated : Oct 17, 2022, 8:56 PM IST

ABOUT THE AUTHOR

...view details