ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં આમ તો 12 જૂનથી સત્તાવાર રીતે ચોમાસુ બેસી ગયું છે અને આજે 15 દિવસની આસપાસનો સમય વીતી ગયો છે. તેમ છતાં પણ રાજ્યના અનેક જિલ્લાઓ અને અનેક તાલુકાઓમાં પૂરતા પ્રમાણમાં વરસાદ (Low rainfall in Gujarat) નોંધાયો નથી. ત્યારે સંસદ સભ્યો, ધારાસભ્યો અને ભાજપ પક્ષના આગેવાનો દ્વારા રાજ્ય સરકાર દ્વારા નર્મદા કેનાલમાંથી (Narmada Water Release ) આજથી 17000 ક્યુસેક પાણી (17000 cusecs water release) છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે પાણીનો ઉપયોગ ખેડૂતોને સિંચાઈ (Narmada water for irrigation ) કરવા અને ખાલી તળાવો ભરવા માટે કરવામાં આવશે.
આ પણ વાંચોઃ Water Problem in Surendranagar: આ ગામોમાં નર્મદાનું પાણી નહીં પહોંચે તો સરપંચો ઊડાડશે સરકારની ઊંઘ
ખેડૂતોને સિંચાઇ માટે ઊપયોગી - રાજ્યના પાણી પુરવઠા પ્રધાન ઋષિકેશ પટેલે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે બનાસકાંઠાના સંસદ સભ્ય પરબત પટેલ અને ભાજપના આગેવાન એવા શંકર ચૌધરી સહિત અનેક લોકોએ રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેેન્દ્ર પટેલ સાથેની બેઠક બાદ નર્મદા કેનાલમાંથી 17000 ક્યુસેક પાણી (17000 cusecs water release) છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જે આજથી અમલ જ્યારે આપણી આગામી સાત દિવસ સુધી (Narmada Water Release )છોડવામાં આવશે.
ક્યાં થશે પાણીનો ઉપયોગ - ઋષિકેશ પટેલે નર્મદાનું 17,000 ક્યુસેક પાણી (17000 cusecs water release) છોડવા બાબતે વધુમાં જણાવ્યું હતું કે નર્મદા કેનાલથી જેટલા પણ તળાવ કેનાલ સાથે સીધા સંકળાયેલા છે તે તમામ તળાવ કરવામાં આવશે. રાજ્યના ઉત્તર દક્ષિણ અને મધ્ય ઝોન અને સૌરાષ્ટ્ર ઝોનના અનેક તળાવ નર્મદા કેનાલથી કરવામાં આવશે. સાથે જ ખેડૂતોને સિંચાઈ (Narmada water for irrigation ) માટે નર્મદાનું પાણી છોડાશે. જેથી ખેડૂતો સમયસર ખેતીના પાક માટેની વાવણી (Narmada Water Release )કરી શકે.
આ પણ વાંચોઃ Narmada Water : ઘાસચારાના વાવેતર માટે નર્મદાનું પાણી છોડવામાં આવશે : સરકાર
ગુજરાતમાં 7 ટકા ઓછો વરસાદ -ઋષિકેશ પટેલ વધુમાં જણાવ્યું હતું કે શરૂઆતના તબક્કાની જો વાત કરવામાં આવે તોશરૂઆતના તબક્કામાં સાત ટકા જેટલો ગુજરાતમાં ઓછો વરસાદ (Low rainfall in Gujarat) પડ્યો છે. ત્યારે નર્મદા પાણીનો મહત્તમ ઉપયોગ કરી ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ઝોન અને મધ્ય ગુજરાતના (Narmada water for irrigation ) તમામ તળાવ સતત એક અઠવાડિયા સુધી પાણી આપીને તેઓને ભરવામાં આવશે. જ્યારે આ પાણી આજથી છોડવાની (17000 cusecs water release) કામગીરી શરૂ કરવામાં આવી છે. જ્યારે રાજ્યના હવામાન વિભાગ દ્વારા સાત તારીખ સુધીમાં વરસાદ પડશે તેવી આગાહી પણ કરવામાં આવી હતી. પરંતુ કદાચ ઓછો વરસાદ થાય અથવા તો વરસાદ ખેંચાય તો અગમચેતીના પગલાંરૂપે આ (Narmada Water Release )સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે.