ગુજરાત

gujarat

ETV Bharat / city

Narmada Water For Farmers: કૃષિ પ્રધાન રાઘવજી પટેલે ખેડૂતો માટે કરી 2 મહત્વની જાહેરાત - નર્મદાના પાણીની સિંચાઈ

ગુજરાત સરકાર દ્વારા આજથી ખેડૂતોને 8 કલાક વીજળી આપવાની જાહેરાત કરવામાં આવી છે. સાથે જ સિંચાઇ માટે નર્મદા કેનાલ (Narmada Water For Farmers) પર નિર્ભર ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને 31 ડિસેમ્બર સુધી પાણી આપવામાં આવશે તેવી જાહેરાત પણ સરકારે કરી છે.

Narmada Water For Farmers: કૃષિ પ્રધાન રાઘવજી પટેલે ખેડૂતો માટે કરી 2 મહત્વની જાહેરાત
Narmada Water For Farmers: કૃષિ પ્રધાન રાઘવજી પટેલે ખેડૂતો માટે કરી 2 મહત્વની જાહેરાત

By

Published : Mar 16, 2022, 5:17 PM IST

Updated : Mar 16, 2022, 5:45 PM IST

ગાંધીનગર: આજે રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે, હવે ખેડૂતોને આજથી જ 8 કલાક વીજળી(Electricity To Farmers In Gujarat)નો જથ્થો પુરતા પ્રમાણમાં પ્રાપ્ત થશે. વિધાનસભા ગૃહ (Gujarat Assembly 2022)માં 3 દિવસની રજા બાદ સોમવારથી વિધાનસભા ગૃહ શરૂ થયું હતું. ત્યારે કોંગ્રેસના અમરેલી જિલ્લા (Congress MLA Amreli)ના 3 ધારાસભ્યો વિરજી ઠુમ્મર, અમરીશ ડેર અને પ્રતાપ દુધાત ખેડૂતોને વીજળી પૂરતા પ્રમાણમાં ન મળતી હોવાના આક્ષેપ સાથે વિધાનસભાની સીડી પાસે વિરોધ કરવા માટે બેઠા હતા. મંગળવારના રોજ કોંગ્રેસના 4 ધારાસભ્યોને ટીંગાટોળી કરીને વિધાનસભા ગૃહમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

રાજ્ય સરકાર દ્વારા સિંચાઇ માટેનું પાણી 31 માર્ચ સુધી આપવાની જાહેરાત.

8 કલાક વીજળી આપવામાં આવશે- ખેડૂતોને 8 કલાક વીજળી આપવા બાબતે રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલે (Minister of Agriculture raghavji patel) Etv ભારત સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના સભ્યો દ્વારા અને અમારા સભ્યો દ્વારા પણ ખેડૂતોને વીજળી નહીં મળવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ રાજ્યના ઊર્જા પ્રધાન (minister of energy gujarat) કનુભાઇ દેસાઇ અને પંચાયત વિભાગના પ્રધાન બ્રિજેશ મેરજા સાથે વાતચીત કરીને આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવ્યો છે અને આજથી જ રાજ્યના ખેડૂતોને 8 કલાક વીજળી આપવામાં આવશે.

આ પણ વાંચો:Gujarat Assembly 2022: ખેડૂતોને સતત 8 કલાક મળશે વીજળી, નહીં મળે તો કોંગ્રેસ કરશે ઉગ્ર આંદોલન

કોંગ્રેસના સભ્યો પણ રહ્યા હાજર-રાઘવજી પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આઠ કલાક વીજળી બાબતે અનેક રજૂઆત પ્રાપ્ત થઈ હતી, જ્યારે વારંવાર લોડ સેટિંગની ફરિયાદ આવે છે. તેના પરિણામે ખેડૂતોને શિયાળાનો પાક (winter crop in gujarat) અને ઉનાળુ પાક માટેની તકલીફ થઈ રહી છે. આ પ્રશ્ન મારી સામે પણ આવ્યો હતો અને ઊર્જા પ્રધાનને પણ આ બાબતનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. આજે આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને વિરોધ પક્ષના ધારાસભ્યો જેવા કે લલિત વસોયા, લલિત કગથરા, વીરજી ઠુમ્મર, પ્રતાપ દુધાત, અમરીશ ડેર અને હર્ષદ રિબડિયાને બેઠકમાં હાજર રાખીને આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવ્યો છે.

31 માર્ચ સુધી સિંચાઈનું પાણી આપશે સરકાર- તેમણે જણાવ્યું કે, જો કોઇ અસામાન્ય સંજોગો ઊભા થાય તો તેવા સંજોગોમાં પણ ખેડૂતોને ઓછામાં ઓછો 6 કલાક વીજ પુરવઠો સતત મળતો રહે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે. જ્યારે 8 કલાક સતત તેઓને પુરવઠો પ્રાપ્ત થતો રહેશે. ખેડૂતોના સિંચાઈ માટેના પ્રશ્નો બાબતે Etv ભારત સાથે ખાસ વાતચીતમાં કૃષિપ્રધાન રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સિંચાઈ માટે નર્મદા કેનાલ (narmada canal north gujarat) ઉપર જ ખેડૂતો નિર્ભર હોય છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા 15 માર્ચ સુધી જ ખેડૂતોને નર્મદાનું પાણી સિંચાઈ (Narmada water irrigation) માટે આપવાનું હતું. પરંતુ જે રીતે પરિસ્થિતિ ઊભી થઈ છે અને ભારતીય કિસાન સંઘ (bhartiya kisan sangh) અને ખેડૂતોના આગેવાનો દ્વારા અનેક રજૂઆત કરવામાં આવી હતી ત્યારે પરિસ્થિતિને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર દ્વારા સિંચાઇ માટેનું પાણી 31 માર્ચ સુધી આપવાની જાહેરાત કરી છે.

આ પણ વાંચો:Gujarat Assembly 2022: રેતી બાદ વીજળી પૂરતી આપવાની માંગ સાથે કોંગ્રેસના ધારાસભ્યોનો વિરોધ

જેટકો અને વીજ કંપની વચ્ચે કોઈ તાલમેલ નહીં- વિરોધ બાબતે કોંગ્રેસના પ્રતાપ દુધાતે 14 માર્ચના રોજ Etv Bharat સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, ખેડૂતોને પુરતી વીજળીનો સપ્લાય હજી સુધી પ્રાપ્ત થઈ રહ્યો નથી. આવતા વાવાઝોડામાં રાજ્ય સરકારની પડખે વિપક્ષ ઊભું હતું અને તમામ મદદ કરી હતી. ઘરના પૈસા વાપરીને જનરેટર આપ્યા હતા, પરંતુ તેમ છતાં હજી સુધી રાજ્ય સરકાર દ્વારા સુવિધા સંપૂર્ણ કરવામાં આવી નથી. જ્યારે જેટકો અને અમરેલી જિલ્લાની વીજ કંપની વચ્ચે કોઈપણ તાલમેલ ન હોવાનો આક્ષેપ પણ પ્રતાપ દુધાતે કર્યો હતો.

Last Updated : Mar 16, 2022, 5:45 PM IST

ABOUT THE AUTHOR

...view details