ગુજરાત

gujarat

ETV Bharat / city

Murder in Kalol: કલોલમાં 'તું મારી નહીં તો કોઈની નહીં' કહી પૂર્વ પતિએ પૂર્વ પત્નીની જાહેરમાં હત્યા કરી - Murder in Kalol

ગાંધીનગરના કલોલ તાલુકામાં એક મહિલાની જાહેરમાં હત્યા કરવામાં આવી (Ex husband publicly kills ex wife in Kalol) હતી. જોકે, આ મહિલાની હત્યા તેના જ પૂર્વ પતિએ કરી હોવાનું પોલીસે (Murder in Kalol) જણાવ્યું હતું.

Murder in Kalol: કલોલમાં 'તું મારી નહીં તો કોઈની નહીં' કહી પૂર્વ પતિએ પૂર્વ પત્નીની જાહેરમાં હત્યા કરી
Murder in Kalol: કલોલમાં 'તું મારી નહીં તો કોઈની નહીં' કહી પૂર્વ પતિએ પૂર્વ પત્નીની જાહેરમાં હત્યા કરી

By

Published : Apr 16, 2022, 2:28 PM IST

ગાંધીનગરઃ જિલ્લાના કલોલ તાલુકામાં 15 એપ્રિલે એક યુવકે યુવતીની જાહેરમાં છરીથી હત્યા (Murder in Kalol) કરી હતી. ત્યારે કલોલ પોલીસે પણ હત્યા બાબતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને આરોપીને શોધવાના ચક્રો ગતિમાન કર્યા હતા. આજે ગાંધીનગર જિલ્લાના DySPએ જણાવ્યું હતું કે, યુવક-યુવતી બંને એકબીજાને પ્રેમ કરતા હતા. ત્યારબાદ બંનેએ પ્રેમ લગ્ન કર્યા હતા, પરંતુ પરંતુ દોઢેક વર્ષથી તેમણે છૂટાછેડા લીધા હતા. બંને વચ્ચે મનમેળ ન (Ex husband publicly kills ex wife in Kalol) હોવાથી પૂર્વ પતિએ જ તેની પૂર્વ પત્ની જાહેરમાં હત્યા કરી હતી.

પૂર્વ પતિને છૂટાછેડાનો આઘાત લાગ્યો

પૂર્વ પતિને છૂટાછેડાનો આઘાત લાગ્યો -ગાંધીનગર DySP એમ. જે. સોલંકીએ જણાવ્યું હતું કે, કલોલના સિટી મોલ પૂજા ફાસ્ટ ફૂડ પાસે હેમાને બોલાવી આરોપી ભાવેશ કેશવાણીએ છરાના આડેધડ ઘા ઝિંકી હત્યા (Ex husband publicly kills ex wife in Kalol) કરી હતી. ત્યારબાદ તે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પ્રાથમિક માહિતી પ્રમાણે, છૂટાછેડા બાદ યુવતીએ પરત આવવાનો ઈન્કાર કરતા પૂર્વ પતિએ યુવતીની હત્યા (Murder in Kalol) કરી હતી, જેમાં પોલીસે હત્યારા પૂર્વ પતિની અટકાયત કરી ગુનો નોંધીને કામગીરી હાથ ધરી છે.

આરોપીએ પૂર્વ પત્નીની જાહેરમાં હત્યા કરી

આ પણ વાંચો-Grishma Murder Case: બચાવ પક્ષના વકીલ ગેરહાજર રહેતા હવે 21મીએ આવી શકે છે ચૂકાદો

શું હતો પતિ-પત્નીનો ભૂતકાળ -આ અંગે મળતી માહિતી પ્રમાણે, મૃતક યુવતી હેમા નંદવાણી અને તેનો પૂર્વ પતિ ભાવેશ કેશવાણી એકબીજાને પ્રેમ કરતા હતા. ત્યારબાદ બંનેએ પ્રેમલગ્ન કર્યા હતા, પરંતુ મનમેળ ન થતા બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. જોકે, છૂટાછેડા બાદ પણ આરોપી ભાવેશ કેશવાણી પૂર્વ પત્નીનો (Ex husband publicly kills ex wife in Kalol) પીછો છોડ્યો નહતો. સાથે જ મૃતકની બહેનનો આક્ષેપ છે કે, આરોપી ભાવેશ કેશવાણી છૂટાછેડા બાદ પણ ધાકધમકી આપતો હતો અને તું મારી નહીં તો કોઈની નહીં તેવી ધમકી આપીને હત્યા (Murder in Kalol) કરાઈ છે.

આ પણ વાંચો-Tanya Murder Case Nadiad: નડીયાદના બહુચર્તિત તાન્યા અપહરણ અને હત્યા કેસમાં 3 આરોપીઓને મૃત્યુ પર્યંત કેદની સજા

ગુજરાતમાં હત્યાની ઘટનામાં વધારો -ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસથી જાહેરમાં યુવતીઓની હત્યા થઈ રહી છે સુરતમાં હત્યા કેસ બાદ વડોદરામાં પણ આવી એક ઘટના બની હતી ત્યારે હવે ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે પણ ગઈકાલે મોલમાં જ પૂર્વ પતિએ તેની પૂર્વ પત્નીને (Ex husband publicly kills ex wife in Kalol) જ જાહેરમાં છરીના ઘા મારીને હત્યા કરી છે ત્યારે હવે ગુજરાતમાં જાહેરમાં હત્યાનો (Murder in Kalol) સિલસિલો કયારે અટકશે તે જોવું ?

ABOUT THE AUTHOR

...view details