ગુજરાત

gujarat

ETV Bharat / city

કોર કમિટીનો નિર્ણય: મલ્ટીપ્લેક્ષ, જીમનો એક વર્ષનો સુધીના પ્રોપર્ટી ટેક્સ માફ, ITIમાં માસ પ્રમોશન

કોરોનાની સ્થિતિ બાદ રાજ્યના ધંધા રોજગારને ફટકો પડ્યો છે જેને ધ્યાનમાં રાખીને રિસોર્ટ, રેસ્ટોરન્ટના એક વર્ષના પ્રોપર્ટી ટેક્સ માફ કરવાનો નિર્ણય કર્યો છે.

મલ્ટીપ્લેક્ષ, જીમનો એક વર્ષનો સુધીના પ્રોપર્ટી ટેક્સ માફ, ITIમાં માસ પ્રમોશન
મલ્ટીપ્લેક્ષ, જીમનો એક વર્ષનો સુધીના પ્રોપર્ટી ટેક્સ માફ, ITIમાં માસ પ્રમોશન

By

Published : Jun 8, 2021, 10:48 PM IST

  • રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
  • છેલ્લા 1 વર્ષથી બંધ પડેલ સિનેમા હોલ અને જીમનો પ્રોપર્ટી ટેક્સ માફ
  • 1 એપ્રિલ 2020થી 31 માર્ચ 2021 સુધીના પ્રોપર્ટી ટેક્ષ માફ

    ગાંધીનગર: છેલ્લા 1 વર્ષથી ગુજરાત રાજ્યમાં કોરોના સંક્રમણ છે ત્યારે ગઈકાલે સીએમ રૂપાણીએ કોર કમિટીમાં રિસોર્ટ, રેસ્ટોરન્ટના એક વર્ષના પ્રોપર્ટી ટેક્સ માફ કરવાનો નિર્ણય કર્યો હતો ત્યારે આજે ફરી કોર કમિટીમાં રાજ્યના મલ્ટીપ્લેક્ષ, થિયેટર અને જીમનો પણ પ્રોપર્ટી ટેક્ષ માફ કરવામાં આવ્યો છે.

કોર કમિટીમાં લેવાયો મહત્વનો નિર્ણય
રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષસ્થાને મળેલી કોરકમિટીમાં લેવાયેલા આ નિર્ણય અનુસાર રાજ્યમાં તારીખ 1 એપ્રિલ 2021 થી 31 માર્ચ 2022 સુધીના એક વર્ષના સમય માટે સિનેમા ઘરો- મલ્ટીપ્લેક્ષ અને જીમ્નેશીયમને પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે. ઉપરાંત આવા સિનેમા ઘરો- મલ્ટીપ્લેક્ષ અને જીમને વીજબીલમાં ફિક્સચાર્જમાંથી મુક્તિ આપી ખરેખર વીજ વપરાશ થયો હોય તેના પર જ વીજ બીલ આકારી ચાર્જ વસૂલ કરવામાં આવશે.

આ પણ વાંચો:રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, 9 મીટરની ઉંચાઈ ધરાવતી શૈક્ષણિક સંસ્થા માટે NOC જરૂરી નહીં

રાજ્યના વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો I.T.I અને નર્સિંગના વિદ્યાર્થીઓ માસ પ્રમોશન
મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોરકમિટીની બેઠકમાં રાજ્યની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ I.T.I ના વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતુ માસ પ્રમોશન આપવામાં આવશે, જ્યારે રાજ્યમાં નર્સિંગના અભ્યાસક્રમમાં ફાઇનલ યરની પરીક્ષા લેવાશે તે સિવાયના વર્ષના નર્સિંગના વિદ્યાર્થીઓને આ વર્ષનું માસ પ્રમોશન અપાશે.

ABOUT THE AUTHOR

...view details