ગુજરાત

gujarat

ETV Bharat / city

MoU of production plant with Triton : 10,800 કરોડનો ઇલેકટ્રિક કોમર્શિયલ વ્હીકલ પ્રોડક્શન પ્લાન્ટ જાણો ક્યાં સ્થપાશે - ભૂજમાં ઇલેકટ્રિક કોમર્શિયલ વ્હીકલ પ્રોડક્શન પ્લાન્ટ

ભૂજ ખાતે ઇલેકટ્રિક કોમર્શિયલ વ્હીકલ પ્રોડક્શન માટેનો પ્લાન્ટ સ્થપાશે. આ માટે સરકારે યુએસએની ટ્રિટોન ઇલેકટ્રિક વ્હીકલ એલ.એલ.સી સાથે (MoU of production plant with Triton) એમઓયુ કર્યાં છે. વધુ વિગત જાણવા કરો ક્લિક.

MoU of production plant with Triton : 10,800 કરોડનો ઇલેકટ્રિક કોમર્શિયલ વ્હીકલ પ્રોડક્શન પ્લાન્ટ જાણો ક્યાં સ્થપાશે
MoU of production plant with Triton : 10,800 કરોડનો ઇલેકટ્રિક કોમર્શિયલ વ્હીકલ પ્રોડક્શન પ્લાન્ટ જાણો ક્યાં સ્થપાશે

By

Published : Apr 5, 2022, 5:57 PM IST

ગાંધીનગર- ગુજરાતમાં કચ્છ-ભૂજ ખાતે ઇલેકટ્રીક કોમર્શિયલ વ્હીકલ પ્રોડક્શન માટેનો પ્લાન્ટ સ્થપાશે. ટ્રિટોન ઇલેકટ્રિક વ્હીકલ એલ.એલ.સી અને ગુજરાત સરકાર વચ્ચે આ પ્લાન્ટની સ્થાપના માટેના એમ.ઓ.યુ. થયા છે. રૂ.10,800 કરોડના કુલ રોકાણ સાથે સ્થપાનારા આ પ્લાન્ટમાં ચાલુ નાણાકીય વર્ષ 2022-23માં 1200 કરોડના રોકાણ સાથે ટ્રિટોન ઇલેકટ્રિક વ્હીકલ આ પ્લાન્ટ શરૂ કરશે.

સીએમની ઉપસ્થિતિમાં થયાં એમઓયુ-આ એમઓયુથી 10,000 જેટલા લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગાર અવસર પૂરો પાડવાનું જણાવાયું હતું. આ પ્લાન્ટની સ્થાપના માટે ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં એમઓયુ સંપન્ન કરવામાં આવ્યા હતાં. ગુજરાત સરકાર વતી ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તાએ તથા ટ્રિટોન ઇલેકટ્રિક વ્હીકલ તરફથી ફાઉન્ડર અને સી.ઇ.ઓ. હિમાંશુ પટેલે આ એમઓયુ પર હસ્તાક્ષર કરી પરસ્પર આદાનપ્રદાન કર્યા હતાં.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં એમઓયુ સંપન્ન કરવામાં આવ્યા

645 એકર વિસ્તારનો હશે પ્લાન્ટ -ટ્રિટોન ઇલેકટ્રિક વ્હીકલ પોતાના આ 645 એકર વિસ્તારમાં પથરાયેલા પ્લાન્ટમાં વાર્ષિક 50,000 ટ્રકની ઉત્પાદન ક્ષમતા ધરાવતો પ્લાન્ટ શરૂ કરશે. આ ઉપરાંત ચેસિસ અને કેબિન, રોબોટિક પેઇન્ટ શોપ, ચેસિસ સબ એસેમ્બલી અને ક્વોલિટી એસ્યોરન્સ તથા મટિરિયલ ટેસ્ટીંગ લેબ જેવી ઇન હાઉસ ફેસેલીટીઝ પણ ઊભી કરશે.

ચાલુ નાણાંકીય વર્ષ 2022-23માં 1200 કરોડના રોકાણ સાથે ટ્રિટોન ઇલેકટ્રિક વ્હીકલ આ પ્લાન્ટ શરૂ કરશે

આ પણ વાંચોઃ Startup Fair in Ahmedabad: વિદ્યાર્થીઓએ બનાવેલાં ઈ-વ્હિકલ અને ટ્રેડમિલ ડિસ્પ્લે થયાં, પ્રતિસાદ કેવો રહ્યો જાણો

યુએસએની કંપની - ટ્રિટોન ઇલેકટ્રિક વ્હીકલ એ યુએસએ બેઇઝડ કંપની છે અને લિથિયમ બેટરી સેલ અને ઇલેકટ્રીક વ્હીકલ કંટ્રોલર્સના ઉત્પાદનમાં વિશેષ તજ્જ્ઞતા ધરાવે છે. ટ્રિટોન દ્વારા ગુણવત્તાયુક્ત સેફટી અને ફંકશનાલિટીઝ સાથે શ્રેષ્ઠ લોંગ રેંજ ઇલેકટ્રીક વ્હિકલ વિકસાવવામાં આવી રહ્યાં છે. ટ્રિટોન દ્વારા યુએસએમાં ઇલેકટ્રિક સેમી ટ્રક, એસ.યુ.વી, ઇલેકટ્રિક સેડાન, ડિફેન્સ ઇલેકટ્રિક વ્હીકલ અને ઇલેકટ્રિક રિક્ષાનું ઉત્પાદન કરવામાં આવે છે. ગુજરાતના ભૂજમાં પોતાનો પ્લાન્ટ સ્થાપવા જઇ રહ્યા છે તે અંગેના એમઓયુ તેમણે ગુજરાત સરકાર સાથે કર્યા છે.

આ પણ વાંચોઃ PPP Model Surat: PPP મોડલ પર સાર્વજનિક ચાર્જિંગ સ્ટેશન માટે સુરત મનપા આપશે જગ્યા, વસૂલશે આટલો ચાર્જ

સરકારની આ મળશે મદદ- રાજ્ય સરકાર આ પ્લાન્ટની સ્થાપના માટેની જરૂરી પરવાનગીઓ, મંજૂરીઓ અને નોંધણી પ્રક્રિયાઓમાં પ્રવર્તમાન નીતિનિયમો અનુસાર સહાયક બનશે. એમઓયુ પર હસ્તાક્ષર વેળાએ સીએમના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તા તેમજ ટ્રિટોન ઇલેકટ્રિક વ્હીકલના પ્રતિનિધિઓ હતાં.

ABOUT THE AUTHOR

...view details