ગુજરાત

gujarat

ETV Bharat / city

સ્થાનિક સ્વરાજની ચૂંટણી : 55,000થી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે

81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીઓ 28 ફેબ્રુઆરીના રોજ યોજાશે. ત્યારે પોલીસ તંત્ર દ્વારા પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ ચૂંટણીમાં 55,000થી પોલીસ કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી છે.

પોલીસ મહાનિર્દેશક
પોલીસ મહાનિર્દેશક

By

Published : Feb 26, 2021, 9:03 PM IST

  • રાજ્યમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણી પાર્ટ-2ની તૈયારીઓ પૂર્ણ
  • 55,000થી વધુ પોલીસ કર્મચારીઓ રહેશે હાજર
  • 12 CAPFની કંપનીઓ રહેશે હાજર

ગાંધીનગર : 28 ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બીજો તબક્કો શરૂ થઇ રહ્યો છે. જેમાં 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીઓ 28 ફેબ્રુઆરીના રોજ યોજાશે. ત્યારે પોલીસ તંત્ર દ્વારા પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ ચૂંટણીમાં 55,000થી વધુ પોલીસ કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત ચૂંટણી દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ ન બને તે માટે પણ ખાસ વ્યવસ્થા પોલીસ દ્વારા કરવામાં આવી છે.

સેન્ટ્રલ એન્જસીસ પર તૈનાત થશે

પોલીસ સુરક્ષાની બાબતે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, રવિવારના રોજ યોજાનારી ચૂંટણીમાં 12 CAPFની કંપની પણ ચૂંટણી વ્યવસ્થામાં હાજર રહેશે. આ ઉપરાંત 13 DYSP, 34 PSI કુલ મળીને 15,000 જેટલા પોલીસ કોન્સ્ટેબલ અને 64 SRPની કંપનીઓ પણ તૈનાત કરવામાં આવી છે. આમ આ ચૂંટણી બંદોબસ્તમાં 55 હજાર જેટલા હોમગાર્ડ અને GRDના સભ્યોને પણ ચૂંટણી બંદોબસ્તમાં ફરજો આપવામાં આવી છે. જ્યારે ચૂંટણી બંદોબસ્ત માટે કુલ 12 પેરામિલિટરીની કંપનીઓ પણ વિવિધ સ્થળો પર બંદોબસ્તમાં હાજર રહેશે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી : 55,000થી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે

490 ક્વિક રિસ્પોન્સ ટીમ

પોલીસવાળા આશિષ ભાટિયા વધુમાં જણાવ્યું હતું કે, 28 ફેબ્રુઆરીના રોજ ચૂંટણીના દિવસે 2,411 સેક્ટર પોલીસ મોબાઇલ તથા 490 જેટલી ક્વિક રિસ્પોન્સ ટીમ તૈયાર કરવામાં આવી છે. જ્યારે EVM સ્ટ્રોગ રૂમની બહાર સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સની પણ તૈનાત કરવામાં આવશે. જ્યારે સ્થાનિક પોલીસના 80 ટકા જેટલો સ્ટાફને ચૂંટણીની કામગીરીમાં ફરજો આપવામાં આવી છે.

1,989 માથાભારે અસામાજિક તત્ત્વોની કરાઈ ધરપકડ

ચૂંટણીની કામગીરીમાં રાજ્યના DGP આશિષ ભાટિયાએ વધુમાં જણાવ્યું હતું કે, ચૂંટણીમાં કોઇ પ્રકારની ગેરકાયદેસર કૃત્યો ન થાય અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે, તેના આગોતરા આયોજન સ્વરૂપે રાજ્યમાં નાસતા ફરતા આરોપીઓ પકડવાની ખાસ ડ્રાઇવ યોજવામાં આવી હતી. આ ડ્રાઈવ દરમિયાન શુક્રવાર સુધીમાં કુલ 1989 આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details