ગુજરાત

gujarat

ETV Bharat / city

સચિવાલયમાં 400થી વધુ લોકોને બ્લેક લિસ્ટ, ધાકધમકી અને આત્મવિલોપનની ચીમકી બાદ પોલીસે કરી કાર્યવાહી - આત્મવિલોપન

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં સચિવાલયમાં અને અન્ય સરકારી કચેરીઓમાં અનેક લોકો પોતાની સમસ્યાને રજૂઆત કરવા માટે સચિવાલય આવતાં હોય છે, પરંતુ રજૂઆત યોગ્ય ન થઈ શકી હોય અથવા તો અરજદારનું કામ પૂર્ણ ન થવાને કારણે અનેક લોકોએ આત્મવિલોપનની ચીમકી આપી છે. વિભાગ દ્વારા પોલીસને સૂચના આપવામાં આવતાં ગાંધીનગર પોલીસ દ્વારા આવા તમામ લોકોને બ્લેક લિસ્ટ કરવામાં આવે છે.

સચિવાલયમાં 400થી વધુ લોકોને બ્લેક લિસ્ટ કર્યાં, ધાકધમકી અને આત્મવિલોપનની ધમકી બાદ પોલીસની કાર્યવાહી
સચિવાલયમાં 400થી વધુ લોકોને બ્લેક લિસ્ટ કર્યાં, ધાકધમકી અને આત્મવિલોપનની ધમકી બાદ પોલીસની કાર્યવાહી

By

Published : Aug 8, 2020, 2:10 PM IST

ગાંધીનગર: બ્લેકલિસ્ટ બાબતે ગાંધીનગર એસપી મયૂર ચાવડાએ જણાવ્યું હતું કે, ગાંધીનગર સચિવાલયમાં તથા સરકારી અનેક વિભાગો આવ્યાં છે. જેમાં અરજદાર પોતાની રજૂઆત બરાબર ન થઈ શકી હોય ત્યારે તેઓ વારંવાર સચિવાલય આવતા હોય છે. તે દરમિયાન તેઓ અધિકારીઓ સાથે ગેરવર્ણત કરે છે અથવા તો ઓફિસની બહાર જ આત્મવિલોપનની ચીમકી પણ આપે છે.

સચિવાલયમાં 400થી વધુ લોકોને બ્લેક લિસ્ટ કર્યાં, ધાકધમકી અને આત્મવિલોપનની ધમકી બાદ પોલીસની કાર્યવાહી

જ્યારે અને લોકોએ પ્રધાનોની ઓફિસની બહાર પણ આત્મવિલોપનની ચીમકી આપી હોવાને કારણે સલામતીના ભાગરૂપે આ તમામ લોકોને સચિવાલયની અંદર પ્રવેશ આપવામાં આવતો નથી. તેમને બ્લેકલિસ્ટ કરી દેવામાં આવે છે.

સચિવાલયમાં 400થી વધુ લોકોને બ્લેક લિસ્ટ કર્યાં, ધાકધમકી અને આત્મવિલોપનની ધમકી બાદ પોલીસની કાર્યવાહી

ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં કુલ 400 જેટલા લોકોને સચિવાલયમાં બ્લેક લિસ્ટ કરવામાં આવ્યાં છે. વિધાનસભા સત્ર દરમિયાન પણ અનેક લોકો દ્વારા આત્મવિલોપનની ચીમકી કે આંદોલનની ચીમકી આપવામાં આવે છે, ત્યારે પણ ગાંધીનગર પોલીસ સલામતીના ભાગરૂપે આ તમામ લોકોની અટકાયત કરવામાં આવે છે, ત્યાર બાદ તેઓને સચિવાલયમાં પ્રવેશવાની પરવાનગી આપવામાં આવતી નથી. સલામતીના ભાગરૂપે ગાંધીનગર પોલીસ દ્વારા અત્યાર સુધીમાં કુલ 400થી વધુ લોકોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details