- 20 લાખ ડિપોઝીટ કોર્પોરેશને પ્રાઇવે એજન્સીની સીઝ કરાઈ
- આર્ક ઇન્ફોસોફ્ટ અને કોર્પોરેશનનો વચ્ચેનો કોન્ટ્રાક્ટ રદ્દ
- લોકોને ભર ઉનાળે જ પાણી પીવા ન મળ્યું
ગાંધીનગર:લોકોની સવલત માટે ગાંધીનગર કોર્પોરેશન પ્રાઇવેટ એજન્સી આર્ક ઇન્ફોસોફ્ટ સાથે પબ્લિક પ્રાઈવેટના ધોરણે શહેરમાં સ્માર્ટ વોટર ATM ઠેર-ઠેર મૂક્યા હતા, પરંતુ છેલ્લા દોઢ વર્ષથી આ વોટર ATM મશીન બંધ હાલતમાં છે. જેના કારણે પ્રાઇવેટ એજન્સી વચ્ચેનો કોર્પોરેશનનો આ કોન્ટ્રાક્ટ જ રદ્દ થઇ ગયો છે. લોકોને ભર ઉનાળે પીવાના પાણીની જરૂર પડતી હોય છે પરંતુ ખરા સમયે જ આ ATM સ્માર્ટ વોટર મશીન કામ આવે તેવી હાલતમાં નથી. અત્યારે આ મશીનો બંધ હાલતમાં છે. તેની ટાંકીમાં કચરાના ઢગલાઓ જામી ગયા છે. લોકો સામાન મૂકવા માટે આ મશીનનો ઉપયોગ કરી રહ્યા છે.
20 લાખ ડિપોઝીટ કોર્પોરેશને પ્રાઇવે એજન્સીની સીઝ કરાઈ આ પણ વાંચો: ગામડામાં પીવાનું પાણી સ્વચ્છ મળી રહે તે માટે વોટર ATM બનાવાયા
ગાંધીનગરમાં 30થી વધુ સ્માર્ટ ATM વોટર મશીન મૂકવામાં આવ્યા હતા
સૂત્રોના જણાવ્યા અનુસાર લોકોને પાણી મળી રહે તે માટે શહેરમાં 30થી વધુ સ્માર્ટ વોટર ATM મશીન મૂકાયા હતા. જેમાં કોઈન નાખતાં જ પાણી મળતું હતું, પરંતુ આ પ્રોજેક્ટ સફળ નીવડયો નહોતો. અત્યારે ભર ઉનાળે લોકોને આ વોટર મશીન પાણી મળી શક્યું હોત, પરંતુ પ્રાઇવેટ એજન્સી આર્ક ઇન્ફોસોફ્ટ જેને કોર્પોરેશન સાથે મળી આ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. જેમાં કોર્પોરેશનના એક પણ રૂપિયા ન હોવાનું સૂત્રોનું કહેવું છે. જેથી પ્રાઇવેટ એજન્સી એકલી આ પ્રોજેક્ટ ચલાવી શકી નહીં જેના કારણે છેલ્લા દોઢ વર્ષથી બંધ હાલતમાં જ મશીનો પડ્યા છે. જો આ પ્રોજેકટ શરૂ થાય તો ઉનાળામાં તેના કારણે લોકોને પાણીની સવલત મળી શકે છે અને મશીનમાં કોઈન નાખતા, જે પૈસા મળે છે તેમાંથી આ પ્રોજેક્ટના મેન્ટેનન્સનું કામ પણ થઈ શકે છે.
આ પણ વાંચો:વિશ્વ જળ દિવસ: પ્રભાસ તીર્થના જૈન દેરાસરમાં પાણી બચાવવાની સાત દાયકાથી ચાલતી જળસંચયની પદ્ધતિ
પ્રાઇવેટ એજન્સીએ કોર્પોરેશનને આપેલી 20 લાખની ડિપોઝિટ કોર્પોરેશને સિઝ કરી લીધી
પ્રાઇવેટ એજન્સી આર્ક ઇન્ફોસોફ્ટ એ સ્માર્ટ વોટર મશીનનો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. જેમાં કોર્પોરેશને જગ્યા ફાળવી આપી હતી. આ ઉપરાંત કોર્પોરેશન દ્વારા એક પણ રૂપિયો આ પ્રોજેક્ટમાં ફાળવવામાં આવ્યો નહોતો. પ્રાઇવેટ એજન્સી એ ખર્ચ કરી આ મશીન ઠેર-ઠેર કોર્પોરેશનની મદદથી જુદા-જુદા વિસ્તારમાં મૂકાવ્યા હતા, પરંતુ તેના માટે કોર્પોરેશન 20 લાખ ડિપોઝિટ પેટે આ એજન્સી પાસેથી લીધા હતા. જો કે આ પ્રોજેક્ટ ચાલુ ન હોવાથી કોર્પોરેશને ફાવતું જડતા 20 લાખ રૂપિયાની ડિપોઝિટ સીઝ કરી છે, પરંતુ આ ડિપોઝિટમાંથી શું આ રકમ એજન્સીને પરત કરાશે? શું આ રકમમાંથી ફરીથી સ્માર્ટ વોટર મશીન શરૂ કરાશે? તે અંગે હજી સુધી કોઈ નિર્ણય કરાયો નથી.