ગાંધીનગર: ચાઇનામાં રહેલા વિદ્યાર્થીઓ અંગે ડિઝાસ્ટર વિભાગના ડે. કલેક્ટર તૃપ્તિ વ્યાસે જણાવ્યું હતું કે, ગત 24 કલાકની અંદર રાજ્ય સરકારના કોલસેન્ટર શરૂ કરી દેવામાં ગયા છે. જેમાં વાલીઓ દ્વારા ફોન કરવામાં આવ્યો છે. આ સાથે જ તમામ જિલ્લાના કલેક્ટર પાસેથી તમામ વિગતો મગાવવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીનું નામ, ટેલીફોન નંબર, તે કઈ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે અને કયા સિટીમાં વસવાટ કરે છે તેનો સમેવાશ થાય છે.
ગુજરાતના 200થી વધુ વિધાર્થીઓ ચાઇનામાં, તમામ એરપોર્ટ પર આરોગ્ય વિભાગની ટિમ સ્ટેન્ડ બાઈ આ તમામ પ્રકારની વિગતનો ખાસ અહેવાલ તૈયાર કરીને દિલ્હી કેન્દ્ર સરકારમાં પણ મોકલાયો છે. જેની મદદથી હવે કેન્દ્ર સરકાર સાથે વાતચીત કરીને વિદ્યાર્થીઓને ભારત લાવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. જેમાં હાલ 200થી વધુ વિદ્યાર્થીઓ ચાઇનામાં વિવિધ જગ્યાએ હોવાનું સામે આવ્યું છે.
ગુજરાતના 200થી વધુ વિધાર્થીઓ ચાઇનામાં, તમામ એરપોર્ટ પર આરોગ્ય વિભાગની ટિમ સ્ટેન્ડ બાઈ ચાઈનાથી ગુજરાતમાં આવનારા વિદ્યાર્થીઓનું ખાસ સ્ક્રીનિંગ કરવામાં આવશે. રાજ્યના તમામ મોટા એરપોર્ટ જેવા કે, રાજકોટ, સુરત, અમદાવાદ, બરોડામાં સ્ક્રીનિંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ સાથે જ એક પેરા મેડિકલની ટીમ અને એક એમ્બ્યુલન્સ પણ સ્ટેન્ડ બાઈ કરી દેવામાં આવી છે, જ્યારે આરોગ્ય વિભાગે અનેક સૂચનો પણ બહાર પાડ્યા હતા. આ સાથે જ આરોગ્ય કમિશ્નરે એવું પણ નિવેદન કર્યું હતું કે, ગુજરાતમાં હજૂ સુધી એક પણ કોરોના વાયરસનો કેસ નોંધાયો નથી.
ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસની કોઈ જ દવા અને રસી હજૂ સુધી ઉપલબ્ધ નથી. જેથી આરોયોગ્ય કમિશ્નરે જણાવ્યું હતું કે, આ વાયરસમાં શરદી, ખાંસી અને તાવની જ દવા આપવામાં આવે છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલને ગુજરાત રાજ્યની બે જ હોસ્પિટલ બનાવવામાં આવી છે. જેથી આ સિવિલ હોસ્પિટલમાં વાયરસથી પીડિત દર્દીઓ માટે સ્પેશિયલ શરૂઆત કરવામાં આવી છે, પરંતુ હજૂ સુધી કોરોના વાઇરસનો એક પણ કેસ નોંધાયો નથી.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે કોરોના વાઈરસથી બચવા માટે તમામ પ્રાથમિક તૈયારીઓ શરૂ કરી લીધી છે. આ ઉપરાંત ચાઇનાથી જે વિદ્યાર્થીઓ પરત ફરી રહ્યા છે, તે તમામ વિદ્યાર્થીઓના ખાસ સ્ક્રીનિંગ કરવામાં આવશે અને સ્ક્રિનિંગ કર્યા બાદ જ તેમને તેમના ઘરે જવા દેવામાં આવશે.