- તૌકતે વાવાઝોડાની અસર રાજ્યભરમાં જોવા મળી
- 25 જિલ્લામાં તોફાની પવન સાથે વરસાદ
- અનેક જિલ્લામાં વૃક્ષો થયાં ધરાશાયી
- અમદાવાદમાં વહેલી સવારથી સતત વરસાદ
- 2500 જેટલા ગામમાં વીજળી ગુલ
- અમદાવાદમાં જોવા મળી રહી છે અસર
ગાંધીનગર : અમદાવાદ અને ગાંધીનગરની જો વાત કરવામાં આવે તો વાવાઝોડાની અસર રાજ્યના આર્થિક પાટનગર અને રાજકીય પાટનગર અમદાવાદ અને ગાંધીનગરમાં પણ અસર જોવા મળી રહી છે. વહેલી સવારથી જ ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. જ્યારે અનેક વિસ્તારમાં ઝાડ પડ્યાં હોવાની ઘટના પણ સામે આવી છે. આમ સમગ્ર રાજ્યમાં વાવાઝોડાની અસર સ્પષ્ટ દેખાઇ આવી રહી છે.
આ પણ વાંચોઃ રાજકોટમાં તૌકતેનું તાંડવ : મસાલા માર્કેટમાં ભારે નુકસાન
પહેલા 42 NDRFની ટીમ હતી, હવે ફિલ્ડમાં NDRFની 100 ટીમ કાર્યરત
વાવાઝોડું ત્રાટકે તે પહેલાં રાજ્ય સરકાર દ્વારા ખાસ તૈયારીઓ કરી લેવામાં આવી હતી. જેમાં સૌપ્રથમ 24 એનડીઆરએફની ટીમને ડિપ્લોય કરવામાં આવી હતી. ત્યારબાદ વાવાઝોડું ગુજરાત તરફ ફંટાઈ ગયું હોવાનું સ્પષ્ટ થતાં 42 જેટલી ટીમ એનડીઆરએફની અને સૌરાષ્ટ્રમાં ડિપ્લોય કરવામાં આવી હતી. સાથે જ્યારે હવે વાવાઝોડું લેન્ડ ફોલ થઈ ગયું છે ત્યારે 100 જેટલી એનડીઆરએફની ટીમને કાર્યરત કરવામાં આવી છે.