પેટ્રોલ ડીઝલનો વિરોધ કરવા આવેલી કોંગ્રેસ કરતાં પોલીસનો કાફલો વધુ, ધરણામાં પુનરાવર્તન - કોંગ્રેસ વિરોધ કાર્યક્રમ
દેશની પ્રજા એકતરફ કોરોના વાયરસને કારણે મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. ત્યારે સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારીને દાઝયા ઉપર ડામ દેવામાં આવી રહ્યો છે. લોકડાઉનના કારણે ધંધા વ્યાપાર ઠપ થઈ ગયાં છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્યવ્યાપી ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જે અંતર્ગત ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા યોજવામાં આવ્યાં હતાં. પરંતુ કાર્યક્રમમાં કાર્યકરોની હાજરીને લઈને સમસ્યા જોવા મળી હતી. કાર્યકરો કરતાં પોલીસનો કાફલો વધુ જોવા મળ્યો હતો.
![પેટ્રોલ ડીઝલનો વિરોધ કરવા આવેલી કોંગ્રેસ કરતાં પોલીસનો કાફલો વધુ, ધરણામાં પુનરાવર્તન પેટ્રોલ ડીઝલનો વિરોધ કરવા આવેલી કોંગ્રેસ કરતાં પોલીસનો કાફલો વધુ, ધરણામાં પુનરાવર્તન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7816993-thumbnail-3x2-congressprotest-7205128.jpg)
ગાંધીનગરઃ કેન્દ્રની અને રાજ્યની ભાજપ સરકાર નાગરિકોને સતત મોંઘવારીના ડામ આપી રહી છે. પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. પરંતુ સરકારો માટે પ્રજા પણ દૂઝણી ગાય હોય તેમ દોહી રહ્યાં છે. પરિણામે રાજ્યમાં વિરોધનો વંટોળ ઉભો થયો છે. જેને લઇને આજે સમગ્ર રાજયવ્યાપી કોંગ્રેસ દ્વારા ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગાંધીનગર શહેરના સેક્ટરમાં આવેલ સત્યાગ્રહ છાવણી ખાતે ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા કાર્યક્રમ યોજ્યો હતો. જેમા ગણ્યાં ગાંઠ્યાં કાર્યકરો અને નેતાઓ હાજર રહ્યાં હતાં. વિરોધ કરવા ઉતરેલી કોંગ્રેસ નોંધાયેલા કાર્યકરોને પણ બોલાવવામાં વામણી જોવા મળી હતી.