ગાંધીનગર ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં કુલ 100.98 ટકા જેટલો વરસાદ થયો છે. જ્યારે ગત વર્ષે આ સમયે રાજ્યમાં42.35 ટકા વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરિણામે કુલ 86 લાખ હેક્ટર વિસ્તારની સામે ચાલુ સિઝનમાં 82 લાખથી વધુ હેક્ટર વિસ્તારમાં એટલે કે 95 ટકાથી વધુ ખરીફ પાકનું વાવેતર થયું છે તેમ રાહત કમિશનર હર્ષદ પટેલે જણાવ્યું હતું.
વેધર વોચ ગ્રુપની બેઠકરાહત કમિશનર હર્ષદ પટેલના અધ્યક્ષસ્થાને આજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. તેમણે રાજ્યના જળાશયોની વિગતો આપતાં જણાવ્યું હતું કે ઉપરવાસમાં ભારે વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ સપાટી 136.7 મીટર સુધી પહોંચી છે એટલે કે ડેમમાં 93.42ટકા પાણીનો સંગ્રહ થયો છે. આ ઉપરાંત રાજયનાં 206 જળાશયોમાં 442625 એમસીએફટી પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહ શકિતના 79.30 ટકા જેટલો છે. હાલમાં રાજ્યમાં 98 જળાશય હાઇ એલર્ટ, 18 જળાશય એલર્ટ અને 14 જળાશય વોર્નીગ ૫ર છે.
આ પણ વાંચો નોરતામાં વરસાદ બનશે વિલન, હવામાન ખાતાએ ખેલૈયાઓ માટે માઠા વાવડ આપ્યા