ગુજરાત

gujarat

ETV Bharat / city

વડાપ્રધાન મોદી કરશે હવાઈ નિરીક્ષણ, આગામી દિવસોમાં આ ક્ષેત્રોમાં ભારેથી અતિભારે વરસાદ ૫ડવાની સંભાવના - હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં (Monsoon Gujarat 2022) હજુ પણ ભારે વરસાદની આગાહી છે. જેને લઇને ભારેથી અતિભારે વરસાદ સંભાવના ધરાવતાં ક્ષેત્રોમાં (Heavy to very heavy rainfall in South Gujarat) વ્યવસ્થાઓ ગોઠવાઈ ગઇ છે. તો હવામાન પ્રતિકૂળતાને લઇને પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ રદ (PM Modi Gujarat visit canceled) થયો છે. પરંતુ આગામી દિવસોમાં વરસાદથી પ્રભાવિત ક્ષેત્રોમાં પીએમ મોદી હવાઇ નિરીક્ષણ (PM Modi aerial inspection expected) માટે આવી શકે છે.

વડાપ્રધાન મોદી કરશે હવાઈ નિરીક્ષણ, આગામી દિવસોમાં આ ક્ષેત્રોમાં ભારેથી અતિભારે વરસાદ ૫ડવાની સંભાવના
વડાપ્રધાન મોદી કરશે હવાઈ નિરીક્ષણ, આગામી દિવસોમાં આ ક્ષેત્રોમાં ભારેથી અતિભારે વરસાદ ૫ડવાની સંભાવના

By

Published : Jul 12, 2022, 8:43 PM IST

ગાંધીનગર : રાજયમાં છેલ્લા કેટલાય દિવસથી ભારે વરસાદ (Monsoon Gujarat 2022) નોંધાયો છે, ત્યારે આજે રાજયના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે નવસારી, છોટાઉદેપુર જેવા અસરગ્રસ્ત જિલ્લાઓનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું, જ્યારે ખરાબ હવામાન અને ગુજરાતની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત પ્રવાસ રદ કર્યો (PM Modi Gujarat visit canceled)છે, પરંતુ સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી દિવસોમાં રાજ્યના જિલ્લા કે જેમાં વરસાદથી તબાહી મચી છે તેવા જિલ્લાઓમાં હવાઈ નિરીક્ષણ (PM Modi aerial inspection expected)કરશે. ત્યારબાદ સહાય પેકેજ પણ જાહેર કરી શકે છે.

હજુ પણ ભારે વરસાદની આગાહી -રાજયમાં 48 કલાકથી અનેક સ્થળોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે એસ.ઈ.ઓ.સી.,ગાંધીનગરમાં રાહત કમિશનર અને મહેસૂલ સચિવ પી. સ્વરૂપના અધ્યક્ષસ્થાને વેધર વોચ ગૃપની બેઠક (Weather Watch Group Meeting) યોજાઈ હતી. જેમાં રાજ્યમાં આગામી તા. 13 થી 17 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ તથા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ૫ડવાની સંભાવના (Heavy to very heavy rainfall in South Gujarat)છે. આ નીચાણવાળા વિસ્તારોમાંથી આગોતરું સ્થળાંતર કરવા માટે વહીવટીતંત્રને જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે.

આ પણ વાંચોઃ CM Bhupendra Patel in Chhotaudepur : બોડેલીમાં સીએમે લોકો પાસેથી સ્વયં જાણી વિનાશની વીતક

કયા જિલ્લામાં પડી શકે છે ભારે વરસાદ - રાહત કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે હવામાન વિભાગની આગાહી (Weather Department Forecast) મુજબ તા.13 થી 17 જૂલાઇ-2022 દરમિયાન સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી તેમજ કચ્છ જિલ્લામાં તથા દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ ૫ડવાની સંભાવના રહેલી છે. આ જિલ્લાઓમાંથી ઉંચાણવાળા વિસ્તારમાં સ્થળાંતરની કામગીરી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ આગામી 24 કલાક રેડએલર્ટઃ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મુશ્કેલી વરસાવશે

ક્યાં NDRF SDRF ની ટીમ કરાઈ ડીપ્લોય -રાજ્યમાં વરસાદની સ્થિતિમાં વહીવટી તંત્ર, NDRF અને SDRFની ટીમો (NDRF SDRF Team) દ્વારા કરવામાં આવી રહેલી રાહત કામગીરીની પ્રશંસા કરતાં તેમણે કહ્યું હતું કે રાજયમાં ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા અમરેલી-1, બનાસકાંઠા-1,ભરૂચ-1,ભાવનગર-1,દેવભૂમિ દ્વારકા-1, ગીર સોમનાથ-1,જામનગર-1,જૂનાગઢ-1,કચ્છ-1,નર્મદા-1,નવસારી-2,રાજકોટ-1,સુરત-1 અને તાપીમાં-1 એમ NDRFની કુલ -18 ટીમો તહેનાત કરવામાં આવી છે. જ્યારે ભારે વરસાદના કારણે છોટા ઉદેપુર-1,નર્મદા-1, આણંદ-1,ભરૂચ-2, છોટાઉદેપુર-1, ડાંગ-1, ગીરસોમનાથ-2, જામનગર-1, ખેડા-2, મોરબી-1, નર્મદા-1, પાટણ-1, પોરબંદર-1, સુરેન્દ્રનગર-2, તાપી-1 આમ SDRFની કુલ 18 પ્લાટુન તહેનાત કરવામાં આવી છે.

48 કલાકથી અનેક સ્થળોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે

કેટલા વિસ્તારમાં વાવેતર થયું, કેટલું પાણી આવ્યું ડેમમાં -રાહત કમિશનરે કહ્યું હતું કે, ચાલુ વર્ષે તા.11 જૂલાઇની સ્થિતિએ રાજ્યમાં અંદાજીત 44,36,980 હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર થયુ છે. ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં હાલ વાવણી ચાલુ છે. રાજ્યમાં જળાશયોની વિગતો આપતાં તેમણે જણાવ્યું હતું કે સરદાર સરોવર જળાશયમાં 159404 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના 47.71 % છે જેમાં પાણીની આવક થતા ગત સપ્તાહ કરતાં 7 ટકા જેટલો વઘારો થયો છે. રાજયનાં 206 જળાશયોમાં 2,51,209 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહ શકિતના 33.61 ટકા છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ - 18 જળાશય, એલર્ટ ૫ર કુલ-08 જળાશય તેમજ વોર્નીગ ૫ર કુલ -11 જળાશય છે.

ABOUT THE AUTHOR

...view details