- 5 કરોડ હિન્દુઓનું પ્રતિનિધિત્વ કરે તેવી ધર્મ સત્તા ઊભી કરવાનો પ્રયાસ
- આવતીકાલે ગુરુવારે ગાંધીનગરમાં યોજાશે ગુરુ વંદના કાર્યક્રમ
- સંત સંમેલનમાં રાજ્યના મોટા સાધુ સંતો ઉપસ્થિત રહેશે
ગાંધીનગર: આગામી સપ્ટેમ્બર માસ સુધીમાં ગુરુ વંદના મંચ (guru vandana manch) ના નેજા હેઠળ રાજ્યમાં જિલ્લા કક્ષાએથી લઈ પ્રદેશ કક્ષાના સંગઠનની રચના કરવામાં આવશે તેમજ આવતીકાલે યોજવામાં આવનારા સંત સંમેલનમાં રાજ્યના મોટા સાધુ સંતો ઉપસ્થિત રહેશે. આ પ્રકારની જાહેરાત પંચદેવ મંદિરથી રાષ્ટ્રીય વંદના મંચના પ્રમુખ ડી. જી. વણઝારાએ કરી હતી.
ધર્મ સત્તાનો છેદ ઉડાડી દેવામાં આવ્યો છે જેથી ગુરુવંદના કાર્યક્રમ થકી બધાને એક કરાશે
ડી.જી. વણઝારાએ કહ્યું, રાજસત્તા 1947થી છે, પરંતુ ધર્મ સત્તાનો છેદ ઉડાડી દેવામાં આવ્યો છે જેથી આ દેશ અને સમાજનો વિકાસ થવો જોઈએ. છેલ્લા એક વર્ષથી રાષ્ટ્ર વંદનાના નેજા હેઠળ ગુજરાતમાં 11 સ્થળ ઉપર સંત મિલન સમારોહનું આયોજન કરાયું છે. આવતીકાલે સમગ્ર ગુજરાતના સાધુ-સંતો ગાંધીનગરમાં એકત્ર થવાના છે અને આ હિન્દુઓના તમામ સંપ્રદાયના સાધુ સંતો એક મંચ પર થવાના છે. એક મંચ પર આવી ભારત સંપ્રદાયી દેશ છે તે વાતનો સ્વીકાર કરી અને ભારત ધર્મનિરપેક્ષ ભારત નથી ધર્મ અલગ છે. સંપ્રદાય અલગ છે એ વાતની સ્પષ્ટતા સાથે સાધુ-સંતો ગુરુવંદના મંચ નામના એક મંચ પર આવશે.
ધર્મ સત્તાની એક બોડી બની રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ ધર્મ નિરપેક્ષતાનુ માળખુ બનશે