ગાંધીનગર:સમગ્ર વિશ્વમાં કોરોના બાદ હવે મંકી પોક્સ હાહાકાર મચાવી રહ્યો છે. દેશમાં મંકી પોક્સના એક્ટિવ કેસો (Monkeypox Active Cases) પણ સામે આવી રહ્યા છે, ત્યારે 4 ઓગસ્ટના રોજ ગુજરાતના જામનગર શહેરમાં મંકી પોક્સનો શંકાસ્પદ કેસ નોંધાયો હતો. જે અંતર્ગત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે 29 વર્ષના યુવકનો ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જે બાબતે આજે રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે સ્પષ્ટ પણે જણાવ્યું હતું કે, જામનગરમાં જે 29 વર્ષ યુવકનો મંકી પોક્સનો શંકાસ્પદ કેસ હતો. તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને ગુજરાતમાં એક પણ મંકી પોક્સના કેસ નોંધાયા નથી.
ગુજરાત મેડિકલ ક્ષેત્રે અગ્રેસર આ પણ વાંચો:દેશમાં જોવા મળ્યો નવા વાયરસનો પ્રથમ કેસ, કોરોના કરતા પણ ખતરનાક ગણવામાં આવી રહ્યો છે
તમામ જિલ્લામાં વ્યવસ્થા - રાજ્યના આરોગ્ય પ્રધાન(Gujarat Health Minister) ઋષિકેશ પટેલે ગાંધીનગરના હેલીપેડ ગામ એજ્યુકેશન સેન્ટરમાં યોજાનારા માટે જ એક્સપો અને લેબ ટેક એક્સ્પોના કાર્યક્રમ દરમિયાન મંકી પક્ષની વિગત આપતા જણાવ્યું હતું કે, મંકી પોક્સને લઈને રાજ્યનો આરોગ્ય વિભાગ એલર્ટ( Gujarat Health Department Alert) પર છે. તમામ જિલ્લાઓમાં મંકી પોક્સના ટેસ્ટિંગ માટેની સુવિધાઓ(Monkeypox Testing Services) પણ કરવામાં આવી છે. આ ઉપરાંત તમામ જિલ્લાની સરકારી અને સિવિલ હોસ્પિટલમાં એક અલગ રૂમની વ્યવસ્થા કરીને જો કોઈ વ્યક્તિ મંકી પોક્સ વાયરસના સંક્રમણથી પીડીત થશે તો તેમની સઘન સારવાર પણ કરવામાં આવશે.
ગુજરાત મેડિકલ ક્ષેત્રે અગ્રેસર- રાજ્યના આરોગ્ય કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલ આજે પશ્ચિમ ભારતના સૌથી મોટા ફાર્મા ટેક એક્સ્પોનું 2022નું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉદ્ઘાટન સમયે ઋષિકેશ પટેલ નિવેદન આપ્યું હતું કે, ગુજરાત મેડિકલ ક્ષેત્રે અવિરતપણે આગળ વધી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે કોરોનાની વૈશ્વિક મહામારીમાં પણ કોરોનાની મેડિસિન હોય કે પછી હોય તે ગુજરાતી ન જ સપ્લાય કરવામાં આવ્યું છે. દવાઓના ઉત્પાદનની ગુણવત્તા અને વિશ્વસનીયતાને પરિણામે સમગ્ર દેશમાં ગુજરાત દવા ઉત્પાદન કરતા એકમોમાં મોખરે છે.
શું થઈ રહ્યું છે એક્સપોમાં -ગાંધીનગરના હેલીપેડ ખાતે યોજાનારાની વાત કરવામાં આવે તો આ એક્સ્પોમાં ફાર્માસ્યુટિકલ સેક્ટરના(Export Pharmaceutical Sector) પ્રત્યેક પ્રોફેશનલને ખૂબ જ જરૂરી અને મહત્વનો સાબિત થશે. આ એક્ઝિબિશન 15 હજારથી વધુ ચોરસ મીટર વિસ્તારમાં યોજાઇ રહ્યું છે જેમાં 300થી વધુ એક્ઝિબ્યુટર્સ ડ્રગ્સ અને ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટના(Exhibitors Drugs and Pharmaceutical Products) ઉત્પાદન માટેની મશીનરી અને ઇક્વિપમેન્ટ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જ્યારે દેશભરમાંથી આશરે 10,000થી વધુ મુલાકાતઓ આ કાર્યક્રમમાં સામેલ થશે. જ્યારે આ એક્ઝિબિશનમાં આ કોન્ટિનેન્ટ ઓફ ઓપોર્ચ્યુનિટી ફોર ફાર્મા એન્ડ હેલ્થ કેર વિષય ઉપર પણ સેમીનાર યોજવામાં આવ્યો હતો. જ્યારે રિપબ્લિક ઓફ નામીબિયાના હાઈ કમિશન ગેબરિયલ ઉપરાંત નાઈઝીરીયા ધાના મોઝામ્બિક સેનેગલ અને નામિબીયા સહિતના દક્ષિણ આફ્રિકા દેશોએ પણ ભાગ લીધો હતો.
આ પણ વાંચો:Monkeypox: ગુજરાત આરોગ્ય વિભાગ એલર્ટ, કેસ આવશે તો દર્દી માટે અલગ વ્યવસ્થા થશે
ગુજરાત ફાર્મા ક્ષેત્રે અગ્રેસર -ટ્રક માર્કેટિંગ એન્ડ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન(Truck Marketing and Manufacturing Association) એક્સપોમાં ઇવેન્ટ પાર્ટનર અમિત ઠક્કરે જણાવ્યું હતું કે, ભારતના હાલમાં ઉત્પાદનમાં ગુજરાતનો એક તૃતિયાંશ હિસ્સો છે, તથા MSMEમાં નોંધપાત્ર ભૂમિકા પણ ભજવી રહી છે. જ્યારે આ MSMEની વૃદ્ધિ માટે ડ્રગ્સ માર્કેટિંગ એન્ડ મેન્યુફેક્ચરિંગ એસોસિયન દ્વારા મહત્વપૂર્ણ ભૂમિકા પણ ભજવાઈ રહી છે..